________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કરતાં નિમિત્તનું અનુસરણ છૂટી જાય છે. ત્યારે તે ભાવ્ય પણ રહેતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય જ્ઞાનમાં પણ લઈ લેવું. આ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ જીતાય છે.
કેવળદર્શનાવરણીય કર્મનો ઉદય આવતાં, તેને અનુસરે તો જરી દર્શનની હીણતારૂપ ભાવ્ય થાય છે. જ્ઞાની અને મુનિને પણ પર્યાયમાં દર્શનની હીણદશારૂપ ભાવ્ય થવાની લાયકાત હોય છે તેથી ભાવ થાય છે, કર્મના કારણે નહિ. જો તે (ઉદય) તરફનું લક્ષ છોડી સ્વભાવમાં આવે (સંપૂર્ણ આશ્રય પામે) તો કેવળદર્શનાવરણીય કર્મ જીતાય છે. તેવી જ રીતે ચક્ષુ, અચલ્સ અને અવધિ દર્શનાવરણીય કર્મને જીતવા સંબંધમાં પણ સમજવું.
હવે અંતરાય કર્મ-દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ પર્યાય છે. અંતરાય કર્મનો ઉદય આવે છે માટે આ પાંચ પર્યાય હીણી થાય છે એમ નથી. પરંતુ
જ્યારે એ હીણીદશા થાય છે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મનો ઉદય આવે છે તે જડમાં છે, અને તે સમયે હીણીદશા થવાની પોતાના ઉપાદાનમાં લાયકાત છે; તેથી ઉદયને અનુસરતાં હીણીદશારૂપ ભાવ્ય થાય છે. પરંતુ પરનું લક્ષ છોડીને ત્રિકાળ વીતરાગમૂર્તિ અકષાયસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરે તો ભાવ્ય-ભાવકની એક્તાનો સંકરદોષ જે થતો હતો તે ટળી જાય છે. આ અંતરાયકર્મનું જીતવું છે.
તેવી રીતે આયુકર્મનો ઉદય છે માટે જીવને શરીરમાં રહેવું પડે છે એમ નથી. ભાવક કર્મનો ઉદય જડ કર્મમાં છે અને તેને અનુસરીને પર્યાયમાં રહેવાની લાયકાત પોતાની છે માટે જીવ રહ્યો છે. આયુકર્મ તો નિમિત્ત માત્ર છે. સાતા-અસાતા વેદનીયકર્મનો ઉદય હોય એ તો જડમાં છે. વળી ખરેખર તો એ સંયોગની પ્રાપ્તિમાં નિમિત્ત છે. તેના ઉદયે જીવની પર્યાયમાં કિંચિત્ નુકશાન થાય છે તે પોતાના કારણે છે, પરંતુ ઉદયના કારણે નહિ. તેવી રીતે નામકર્મનો ઉદય તો જડમાં છે અને તેના નિમિત્તે જીવની સૂક્ષ્મ અરૂપી-નિર્લેપ દશા પ્રગટ હોવી જોઈએ તે થતી નથી તે જીવની પોતાની યોગ્યતાથી છે કેમકે તે કાળે ઉદયનું અનુસરણ હોય છે. ગોત્રકર્મ સંબંધી પણ આમ સમજી લેવું. આમ આઠેય કર્મનો ઉદય તો જડમાં છે અને ભાવક કર્મને અનુસરીને થવા યોગ્ય જે ભાવ્ય તે આત્માની દશા પોતાથી છે, કર્મના કારણે નહિ. જ્ઞાની તે ઉદયને અવગણીને, તેનું લક્ષ છોડીને નિષ્કર્મ નિજ જ્ઞાયકભાવને અનુસરતાં તે તે ભાવ્યદશા પ્રગટ થતી નથી તે કર્મને જીતવું થયું કહેવાય છે.
ઘાતકર્મને કારણે આત્મામાં ઘાત થાય છે એમ નથી. પરંતુ દ્રવ્યઘાતકર્મના ઉદયકાળ પર્યાયમાં તે જાતની હીણી દશારૂપે પરિણમવાની એટલે ભાવઘાતીરૂપે થવાની પોતાની લાયકાત છે, પરંતુ કર્મના કારણે તે લાયકાત નથી. કર્મના કારણે કર્મમાં પર્યાય થાય છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com