________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।। २८ ।।
इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः । मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।। २८ ।।
આ જ વાત હવેની ગાથામાં કહે છે:
જીવથી જાદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
ગાથાર્થ:- [ નીવાત્ અન્યત્] જીવથી ભિન્ન [વમ્ પુાનમયં વેö] આ પુદ્દગલમય દેહની [ સ્તુત્વા ] સ્તુતિ કરીને [ મુનિ: ] સાધુ [ મન્યતે વસ્તુ] એમ માને છે કે [મા] મેં [ વ્હેવલી માવાન્] કેવળી ભગવાનની [સ્તુત: ] સ્તુતિ કરી, [વન્વિત: ] વંદના કરી.
ટીકા:- જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-૨કતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શ૨ી૨ના ગુણો જે શુકલ-૨કતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુકલ-૨કત તીર્થંકર-કેવળીપુરુષ ' એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
ભાવાર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃવ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, ૫૨નો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરી૨ દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com