________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ર૭ ]
[ ૧૧૧
છે. માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભગવાનનું સ્તવન કરતાં ભગવાન શરીરે સૂર્યના તેજથી પણ અધિક તેજવાળા છે ઇત્યાદિ શરીરદ્વારા જે સ્તવન કર્યું તે આત્માનું સ્તવન નથી, શરીરનું સ્તવન છે. તેથી વ્યવહારનયથી જ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન કર્યું કહેવામાં આવે છે, પરમાર્થ એમ નથી.
* ગાથા ૨૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. શરીર-માટી, ધૂળ, હાડકાં, ચામડાં વગેરેથી ભગવાન આનંદનો નાથ પ્રભુ ભિન્ન છે. આત્મા જાણનાર, જાણનાર સચ્ચિદાનંદ પ્રભુ-સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એને કેમ બેસે? કદીય બહારથી નજર ફેરવીને અંદર જવા નવરો થયો છે? જેમ તપેલામાં લાપસી રંધાતી હોય અને લાકડાં લીલાં હોય તેથી ધૂમાડો નીકળે. એ ધૂમાડામાં તપેલામાં લાપસી દેખાતી નથી. તેમ રાગની નજર કરનારને રાગની આડમાં રાગથી ભિન્ન ભગવાન ચિદાનંદ પ્રભુ દેખાતો નથી, અરે ! પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી ભાવને દેખનારો એ બધાથી જુદો છે એની અજ્ઞાનીને અનાદિકાળથી ખબર નથી. તેથી ભવભ્રમણ કરી રહ્યો છે.
[ પ્રવચન નં. ૬૮
દિનાંક ૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com