________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૭ ]
[ ૧૦૭
એક રજકણનું જે ક્ષેત્રમંતર થાય એ રજકણની પોતાની ક્રિયાવતીશક્તિને કારણે પોતાના અસ્તિત્વથી થાય છે, પણ બીજા રજકણને કારણે નહિ અને આત્માના કારણે પણ નહિ. આવું તત્ત્વ છે. વસ્તુ પરથી ભેદરૂપ (ભિન્ન) છે એ અહીં કર્યું છે. સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તેમને એકપદાર્થપણાની અસિદ્ધિ છે. તેથી અનેકાણું છે. જોયું, અનંત અનંતપણે છે માટે એકબીજા સાથે કોઈ સંબંધ નથી. સોનું અને ચાંદી બે છે ને? એ બન્ને પોતપોતાપણે છે. બે એક નથી થયાં માટે અનેક છે. ભાઈ ! એક સ્કંધમાં અનેક રજકણો છે તેમાં દરેક રજકણ તથા એક નિગોદના શરીરમાં અનંત જીવો છે તેમાં પ્રત્યેક જીવ પોતાના સ્વચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને છોડીને બીજાના ચતુષ્ટયમાં જતા નથી. બધાય અનંતપણે રહ્યા છે, એકપણે થયા નથી. આવો છે, ભાઈ ! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે.
આ તો એમ માને શરીરથી દયા પળે, શરીરથી સંયમ થાય, શરીરથી ઉપવાસ થાય, આત્મા હોય તો શરીરની ક્રિયા થાય, શરીરનું દુઃખ આત્માને વેદાય ઇત્યાદિ-માટે શરીર અને આત્મા એક છે. ભાઈ ! આ તારી માન્યતા મૂઢની છે. આ બધી ક્રિયામાં રાગ મંદ હોય, શુભક્રિયા થઈ હોય તો પુણ્ય થાય પણ એ શરીરની ક્રિયાથી અને આહાર છોડવાથી કે શુભકિયાથી ધર્મ થયો માને તો એ મિથ્યાત્વભાવ છે. ભાઈ ! આત્મામાં પરવસ્તુના ગ્રહણ-ત્યાગની શક્તિ જ નથી. આત્મામાં ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. એટલે પરનો ત્યાગ અને પરનું ગ્રહણ આત્મા કરી શકે જ નહિ. તો પછી પરદ્રવ્યને શી રીતે તે ગ્રહે અને છોડે ? (અન્યત્ર) સંપ્રદાયમાં તો આ વાત જ મળતી નથી.
એક આત્મા બીજા આત્માના ચતુષ્ટયથી ભિન્ન છે. તેમ એક રજકણ બીજા રજકણના ચતુષ્ટયથી ભિન્ન છે. સપ્તભંગીમાં પહેલો ભંગ એમ છે કે-વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી અસ્તિ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ છે.
પ્રશ્ન:- પણ વ્યવહારથી તો બીજાનું કરે ને?
ઉત્તર:- ધૂળે ય ન કરે. એ તો બોલાય. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે પરનું કરી શકે નહિ. જેમ અમારો દેશ, અમારું ગામ એમ બોલાય પણ એથી ગામ અને દેશ એના થઈ ગયા? (સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર, સમયસાર ગાથા ૩૨૫ માં આ વાત આવે છે.) શ્રીમદ્દ એમ બોલતા કે અમારો કોટ, અમારી ટોપી, અમારું ઘર ઇત્યાદિ. લોકો આ સમજી શક્તા નહિ. તેમને એમ થાય કે આ શું બોલે છે? અ-એટલે નહિ. અમારો એટલે મારો નહિ એવો ભાવ એની પાછળ હતો. પણ સમજવાની કોને પડી છે? આમ ને આમ આ આત્મા અનંતકાળથી પરને પોતાનું માનીને, પોતાના સ્વરૂપને ભૂલી રખડે છે. શ્રીમદ કહે છે કે “તારા દોષથી તને રખડવું થયું છે. તારો દોષ એટલો કે પરને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com