________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
-ઇત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે એમ તમે કહો છો તે બધીય મિથ્યા કરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, આ પ્રમાણે અપ્રતિબુદ્ધનું કહેવું છે.
અહીં શિષ્યનો પ્રશ્ન છે કે શરીર અને આત્મા તદ્દન જુદા છે એમ તમે કહો છો પણ એ વાત અમને બેસતી નથી. કેમકે તમે તીર્થકરની સ્તુતિ કરો છો ત્યારે એના શરીરની અને એની વાણીની સ્તુતિ કરો છો. જેમકે -જેમના દેહના રૂપના પ્રકાશમાં સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય છે અને જેની દિવ્યધ્વનિથી ભવ્યોના કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે ઇત્યાદિ. આ બધી શાની સ્તુતિ કરો છો? શરીરની. માટે અમે તો માનીએ છીએ કે શરીર અને આત્મા એક છે. જો દેહ અને આત્મા એક ન હોય તો તમે કરેલી બધી સ્તુતિ મિથ્યા ઠરે. માટે દેહ અને આત્મા એક છે એમ અમારો નિશ્ચય છે.
વળી કોઈ એમ કહે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ વેદે ? શરીરમાં રોગાદિની પીડા આત્મા વેદે છે કે નહિ? વળી શરીરની ક્રિયા-હાલવું, ચાલવું ઇત્યાદિ કોણ કરે છે? ભાઈ ! એ (આત્મા) શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ કરી રાગને વેદે છે. અને શરીરની ક્રિયા એ તો જડની ક્રિયા છે. આત્મા તે ક્રિયા કરતો નથી. તથા જે કર્મના નિમિત્તે ક્રિયા થાય છે તે જડકર્મને પણ આત્મા અનુભવતો નથી. કેમકે જડ અને ચૈતન્ય વચ્ચે તો અત્યંતાભાવ છે. તેથી આત્માને જડકર્મનો અનુભવ નથી, પણ એના નિમિત્તે થતા મિથ્યાત્વ અને રાગદ્વેષનો અનુભવ છે.
વળી (અન્ય) સંપ્રદાયમાં તો શરીર અને આત્મા અત્યંત ભિન્ન છે એવું સ્પષ્ટ લખાણ જ નથી, એવી શૈલી જ નથી. ત્યાં તો એમ માનતા કે આપણે બ્રહ્મચર્ય પાળીએ, સંયમ પાળીએ, પર જીવની રક્ષા કરીએ ઇત્યાદિ બધું આત્મા કરે છે. પરજીવની હિંસા ન કરવી, પરજીવને બચાવવો એ “અહિંસા પરમો ધર્મ” એ આખા સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. એ જેણે જાણ્યું એણે બધું જાણું.
અહીં તો કહે છે કે એ પરની હિંસા અને અહિંસા આ જીવ કરી શકે જ નહિ. બંધ અધિકારમાં આવે છે:-પરને હું મારી શકું છું, પરને હું જીવાડી શકું છું, બીજાને હું સુખદુઃખ દઈ શકું છું, સંયોગો, આહાર-પાણી વગેરે હું લઈ શકું છું અને છોડી શકું છું, પરથી હું જીવું છું, પર બધા રક્ષા કરનારા છે તેથી હું જીવું છું ઇત્યાદિ બધી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com