________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬] જ થાય..”
જોયું? ભગવાનને મોટા દરિયા જેટલો શાતાનો ઉદય છે, અને કિંચિત્ બિંદુમાત્ર નહિવત્ અશાતાનો ઉદય હોય છે, વળી તેમને મોહનીયનો તદ્દન અભાવ છે. તેથી કિંચિત્ અશાતાનો ઉદય સુધા કે તૃષાનું નિમિત્ત બનતો નથી. અહા ! જ્યાં મોહ નથી ત્યાં દુ:ખ ક્યાં છે? મોહનીયના અભાવમાં દુ:ખની લાગણી હોઈ શકે નહિ. એ જ કહે છે
કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્ય અલ્પમાત્ર (-અવિધમાન જેવું) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં સુધા-તૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધા-તૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી.'
ભગવાન કોળિયો ખાય એમ હોતું નથી. ભગવાનને અશાતાવેદનીય છે માટે રોગ થયો ને દવા લીધી ને ભગવાનને કવલાહાર હોય એ બધી તદ્દન વિપરીત અને કલ્પિત જુઠી વાત છે. પણ જે સંપ્રદાયમાં હોય તેને સંપ્રદાયની વાત એવી બેસી જાય કે તેમાંથી નીકળવું ભારે કઠણ પડે.
અહા! ત્રણ લોકના નાથ ભગવાન કેવળીને અમૃતનાં-આનંદનાં ભોજન હોય છે. તેમને ક્ષુધાતૃષા કેવી ? અહા ! એક સમયની દશામાં કેટલો આનંદ? જેની લોકમાં ઉપમા નથી એવો અનંત..અનંત... અનંત અતીન્દ્રિય આનંદ હોય છે. બાપુ! આ ઇન્દ્રની ને મોટા શેઠિયા ને રાજાની સંપત્તિ-ધૂળમાં માનેલો આનંદ તો ઝેર છે. તેની સાથે અતીન્દ્રિય આનંદની સરખામણી શું? અહા ! એવા અનુપમ આત્માના આનંદના સ્વાદિયા સ્વરૂપાનંદી ભગવાનને ક્ષુધા-તૃષા હોય નહિ. અરે ! સમકિતી પણ સ્વરૂપાનંદને લઈને, જો કે નબળાઈ છે એટલે સુધા-તૃષાની વૃત્તિ ઊઠે છે તોપણ, તેનો સ્વામી થતો નથી, આનંદના સ્વામીપણે વર્તે છે, તો જેને પછી પૂર્ણ આનંદના ભોજન છે તે ભગવાનને ભૂખ-તરસ કેવી? ભાઈ, વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે, ને તેનું ફળ પણ અલૌકિક છે. ભગવાન! તું મોટો, તારો પામવાનો માર્ગ મોટો ને તેનાં ફળ પણ મોટાં છે. સમજાય છે કાંઈ....?
અહા ! આનંદમૂર્તિ પ્રભુ આત્મા અને વેદનામૂર્તિ એવું જડ શરીર-એ બેની વહેંચણીની-જુદાઈની જેને ખબર નથી તે અજ્ઞાની જીવો સુધા-તૃષાના રાગથી પીડાતા હોય છે, પણ ભગવાનને એ કાંઈ હોતું નથી, અને તેથી તેમને કવલાહાર પણ હોતો નથી.
કેવળીને આહાર ન હોય તો લાખો-કોડો વર્ષ સુધી શરીર કેમ ટકે?
તો કહે છે-“કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ નોકર્ણાહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્ગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે.” શાતાને લઈને આવાં રજકણો કેવળીને નિરંતર આવ્યા જ કરે છે ને તેથી શરીર ટકે છે.-આમ તેર બોલ થયા.
હવે બીજા ત્રણ બોલ: શરીરમાં રહેવા છતાં ભગવાનને જરા, રોગ ને પરસેવો હોતાં નથી એ વાત કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com