________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૮૬
કેવળીને વિસ્મય હોતો નથી. હવે જન્મની વ્યાખ્યા કરે છે:
‘(૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી ના૨કપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે.’
જુઓ, કર્મના નિમિત્તે કોઈ ને કોઈ ગતિમાં ઉપજવું તે જન્મ છે. અહીં ચાર વાત લીધી છે. (૧) જીવ કેવળ પુણ્ય કર્મથી દેવપર્યાયમાં ઉપજે છે.
(૨) કેવળ અશુભ-પાપ કર્મથી ના૨કપર્યાયમાં ઉપજે છે.
(૩) માયાથી તિર્યંચપર્યાયમાં ઉપજે છે. અહા ! જનમવાનાં ઘણાં સ્થાન તિર્યંચમાં છે હોં. પંચેન્દ્રિય તિર્યંચો પણ દેવથી ઝાઝાં છે. ઘણા દેવો, નારકીઓ, મનુષ્યો ને પોતે પશુઓ પણ મરીને ત્યાં તિર્યંચમાં જન્મે છે.
(૪) કાંઈક પુણ્ય અને કાંઈક પાપ-એમ મિશ્ર કર્મના નિમિત્તે મનુષ્યપર્યાયમાં જન્મ થાય છે. અહા ! ચોરાસીનો જન્મસમુદ્ર અપાર, અગાધ છે. અહીં કહે છે સર્વ કર્મથી રહિત પરમપદનેઅરિહંતદશાને પ્રાપ્ત ભગવાનને જન્મ હોતો નથી.
‘(૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. ' જુઓ, જ્ઞાનજ્યોતિ નિદ્રામાં અસ્ત થઈ જાય છે પણ ભગવાનને જ્ઞાનજ્યોતિ નિરંતર પ્રગટ જ છે, કેમકે ભગવાનને દર્શનાવરણીય કર્મનો સર્વથા અભાવ છે. તેથી ભગવાનને નિદ્રા હોતી નથી.
· ( ૧૮ ) ઇષ્ટના વિયોગમાં વિકલવભાવ (ગભરાટ) તે જ ઉદ્વેગ છે.-આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાસ છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે.' અહા ! ભગવાનને લોકમાં કાંઈ ઇષ્ટ નથી, અને તેથી તેના વિયોગમાં ઉદ્વેગ હોતો નથી. અહા! આવા અઢાર દોષોથી રહિત દેવને જ સમકિતી દેવ માને છે, તે સિવાય બીજાને તે કદીય દેવ માને નહિ. જે બીજાને દેવ માને તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ જ છે. આ કોઈ પક્ષ નથી, આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્યાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ત્યાં પછી આ કોઈ દોષ રહેતા નથી. આવી વાત ! સમજાણું કાંઈ... ?
હવે જરા વિશેષ ખુલાસો કરે છે:
વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી...' ચાર ઘાતિકર્મો છે ને? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય. આ ચાર દ્રવ્યકર્મનો ને તેના ભાવકર્મનો અભાવ હોવાથી વીતરાગ સર્વજ્ઞને ‘ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા નથા ઉદ્વેગ ક્યાંથી હોય ?' જેણે ચાર ઘાતિકર્મો નાશ કર્યા છે તેને આવા અગિયાર દોષ ન હોય એમ કહે છે. આ રીતે અગિયાર દોષ કહ્યા.
હવે, બે મુખ્ય દોષ ક્ષુધા ને તૃષાનો જરા વિસ્તારથી ખુલાસો કરે છે.
‘વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતાવેદનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com