________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫
ગાથા-૬] દશા થતાં આ સુંદર શરીર હું છું એવો મદ ક્યાંથી હોય?
એ તો અજ્ઞાની જ્યાં જરીક રૂપાળું શરીર હોય ત્યાં અભિમાન કરે છે. અને શરીર ઉજળું રૂપાળું ન હોય તો પાઉડર વગેરે ચોપડીને રૂપાળો દેખાવા મથે છે. પણ એ તો મડદાને શણગારે છે બાપુ! અહા ! આ શરીર તો માંસ-હાંડ-ચામનો કોથળો એવો મડદું છે. એમાં ક્યાં આત્મા છે?
પ્રશ્ન: પણ તેને શણગારતાં રૂપાળું તો લાગે છે?
ઉત્તર: ભાઈ, એ તો બધું ચુડલનું શરીર છે બાપા! એ જડને શણગાર શાં? અને એનાં અભિમાન શાં?
અહીં કહે છે–ભગવાનને સહુજ સુંદર શરીર હોવા છતાં મદ હોતો નથી. હવે સમકિતીને પણ શરીરમદ ન હોય તો સર્વજ્ઞ ભગવાનને કેમ હોય? હોતો જ નથી. વળી,
સહજ, (ઉત્તમ ) કુળને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.”
ભગવાનને સ્વાભાવિક ઉત્તમ કુળમાં જન્મ હોય છે, છતાં તેનું તેમને અભિમાન ન હોય કે મારા પિતા આવા રાજા હતા અને એના અમે પુત્ર છીએ. શ્રીમંતને-લક્ષ્મીવંતને ઘરે અમારા અવતાર છે એમ કુળનું-ધૂળનું અભિમાન ભગવાનને હોતું નથી. અરે ! સમ્યગ્દષ્ટિને કુળમદ હોતો નથી તો પછી ભગવાનને તો ક્યાંથી હોય? ન હોય. કેમકે આત્માને કુળ કેવું? ભગવાન આત્મા તો નિર્લેપ, નિરાળો ચિદાનંદ પ્રભુ છે. તેમાં રાગ પણ નથી ત્યાં વળી શરીર ને કુળ કેવું? માટે કેવળી ભગવાનને કુળનું અભિમાન હોતું નથી. તેવી રીતે
સહજ બળને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.'
ભગવાનને સ્વાભાવિક એટલું બધું બળ હોય કે એવું બીજાને હોય નહિ. ભગવાનને (તીર્થકરને ) અતુલ-અપાર બળ હોય છે. શરીરનું બળ હોં. છતાં તેમને તેનો અહંકાર-મદ હોતો નથી.
તથા સહજ ઐશ્વર્યને લીધે.આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.”
અહા ! મોટાં ચક્રવર્તીનાં પદ કે બળદેવનાં પદ કે મહાન ઈશ્વરતાનાં પદ પ્રાપ્ત થયાં હોય છતાં ભગવાનને તેનાં અભિમાન હોતાં નથી. અજ્ઞાની તો કોઈ સંસ્થાનો મંત્રી–પ્રમુખ હોય ત્યાં અહંકારમાં ચઢી જાય. જ્યારે ત્રણ લોકના ઈશ્વર-સ્વામી ભગવાન હોવા છતાં તેમને ઐશ્વર્યનો મદ હોતો નથી. ગજબ વાત છે ને?
- ચૌદમો બોલઃ “(૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે.” પણ ભગવાનને કાંઈ મનોજ્ઞ છે જ નહિ; અને તેથી રતિ નથી.
(૧૫) પરમ સમરસીભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે.”
અહાહા...! ભગવાન આત્મા સમતારસનો પિંડ પરમ વીતરાગી સ્વભાવનો રસકંદ છે. અહા ! આવા નિજ આત્મસ્વરૂપની ભાવનાથી રહિત અજ્ઞાની જીવોને “આ શું? આ શું?”—એવો વિસ્મયભાવ થતો હોય છે. કાંઈક નવું જુએ ત્યાં તેમને વિસ્મય થાય છે. પણ સર્વજ્ઞ ભગવાનને શું નવું છે? શું જોયા વિનાનું છે? કાંઈ જ નહિ. તેથી પરમ સમરસીભાવથી ભરપૂર ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com