________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન મન.' શું કીધું? “સર્વમ્ ત્યન’–મતલબ નિજ શુદ્ધાત્મા સિવાય બધું જ દષ્ટિમાંથી છોડી દે, ને “ઉ” મન'–અર્થાત્ અનંત આનંદસ્વરૂપ નિજ એક શુદ્ધાત્માને ભજ. ભજ એટલે ત્યાં એકાગ્ર થા. (પોતામાં એકાગ્ર થવું તે ભજન છે). નથી કહેતા કે-પરથી ખસ, સ્વમાં વસ, બસ આ ટૂંકું ને ટચ. લ્યો, આ સુખી થવાનો ઉપાય છે.
પણ અરે! એને રાગની-જડની મીઠાશ છે. પણ એ તો તને ઝેરની મીઠાશ છે બાપુ! અનાદિથી ત્યાં રોકાણો છો, પણ અમૃત માનીને તે ઝેર જ પીધાં છે.
પ્રશ્ન: પણ અમૃત માનીને પીવે છે ને?
ઉત્તરઃ તે અમૃત માનીને જ પીવે ને? કાંઈ ઝેર માનીને પીતો હશે? પણ એ ઝેર જ છે, અમૃત નથી. અહા! આ નિયમસાર છે ને? અહાહા...! અમૃતનો-મોક્ષનો માર્ગ તે નિયમસાર છે. અહો ! અમૃતસ્વરૂપ સુખકંદ-આનંદકંદ પ્રભુ આત્મા છે, તો એ નિજ વસ્તુની અંતરમાં દષ્ટિ કરીને દિશા ફેરવી નાખ; પર્યાય ને રાગ ઉપર દષ્ટિની દિશા છે તે ફેરવી નાખ, અને નિજ સ્વરૂપની દષ્ટિ કર. સંસાર નામ ઉદયભાવનો અભાવ કરવાની આ જ રીત છે. આનું નામ “પરથી ખસ ને સ્વમાં વસ” ના “સ્વને ભજ, પરને તજ'–કહે છે. ભાઈ, આ શબ્દો તો થોડાં છે, પણ એનો ભાવ ગંભીર છે.
હવે બારમો બોલઃ “(૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે'.
અહા! જગતમાં કાંઈ અનિષ્ટ જ નથી. (અને પરમ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને કાંઈ અનિષ્ટ ભાસતું જ નથી.) તેથી ભગવાનને ખેદ હોતો નથી. રોગ થવો, શત્રુ હોવો, સર્પ કે વીંછી કરડવો ઇત્યાદિને અજ્ઞાની જીવ અનિષ્ટ માને છે. પણ ભગવાન કેવળીને તો લોકમાં કાંઈ અનિષ્ટ જ નથી, અને તેથી ખેદ નથી.
(૧૩) સર્વ જનતાના (–જનસમાજના) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે..આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.”
અહા! ભગવાનની દિવ્યવાણી ને કવિત્વશક્તિનું શું કહેવું? તેમને એવી સહુજ ચતુર કવિત્વશક્તિ હોય છે કે લાખો-કોડ જીવોની સભા તે સાંભળીને જાણે અમૃત પીતા હોય તેમ બધા ડોલી-નાચી ઊઠે. અહા! ભગવાન તો સર્વ વિદ્યાના પારગામી હોય છે, પણ એમને એવી કવિત્વશક્તિનું અભિમાન હોતું નથી. ભગવાન મદરહિત જ હોય છે. તેવી રીતે
સહજ (સુંદર) શરીરને લીધે...આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.”
ઓહો ! ભગવાનના શરીરના દરેક અવયવ કોમળ, સુંદર નમણાઈવાળા હોય છે. ત્રણ લોકમાં કોઈનેય ન હોય એવો ભગવાનને (-તીર્થકરને) સુંદર દિવ્ય દેહુ હોય છે. ઇન્દ્ર પણ તેને દેખીને ચક્તિ થઈ જાય છે. તેમના જન્મકાળે બે આંખેથી જોઈને સંતોષ ન થાય એટલે ઇન્દ્ર હજાર નેત્ર કરીને જુએ છે. અહા! એવું અદ્ભુત અલૌકિક ભગવાનના દેહનું રૂપ હોય છે. છતાં ભગવાનને શરીરનો મદ હોતો નથી. કેમ? કેમકે શરીર ક્યાં એમનું પોતાનું છે? એ તો જડ માટી-ધૂળનું છે. અહા! ભગવાન તો જન્મથી જ સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન લઈને જન્મે છે, અને આ શરીર મને છે એવો મદ તો પહેલેથી જ સમકિત થયું ત્યારથી જ-નથી. તો પછી પૂર્ણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com