________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬ ]
૮૩ અહા ! એવી જરા-અવસ્થા ભગવાનને હોય નહિ. ક્રોડ પૂર્વ સુધી દેહ રહે તોય ભગવાનને દેહમાં જરા ન હોય. ક્યાંથી હોય? કેમકે અશાતાનો ઉદય ક્યાં છે? ઓહો ! પૂર્ણાનંદને પ્રાપ્ત ભગવાનને પૂર્ણ શાંતિશાંતિ-શાંતિ છે, ને દેહ પણ જરારહિત જ છે. ઓહો ! અબજો-અબજો વર્ષ સુધી કેવળજ્ઞાનીપણે રહે તોપણ શરીરમાં જરા ન થાય. અહા ! રોટલા ખાય નહિ ને જરા હોય નહિ. ( એવો કોઈ અલૌકિક દિવ્ય દેહ ભગવાનને હોય છે.)
નવમો બોલઃ “(૯) વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (-શરીર) સંબંધી પીડા તે જ રોગ છે.”
અહા! ગોશાળાએ તેજલેશ્યા ફંકી ને તેથી ભગવાનને છ માસ સુધી રોગ થયો એ બધી ખોટીકલ્પિત વાત છે, ગપગપ છે; કેમકે ભગવાનને એ બધું હોય જ નહિ. અહા ! અનંત આનંદની નીરોગતા
જ્યાં અંદર પ્રગટ થઈ છે ત્યાં દેહમાં રોગ કેવો? અહો ! ભગવાનને તો પરમ ઔદારિક અત્યંત સ્વચ્છ નિર્મળ સ્ફટિકરતન સમાન દિવ્ય દેહુ હોય છે. તેથી એવા શરીરમાં રોગ હોઈ શકે જ નહિ. હવે જેને સાચા દેવના સ્વરૂપની શ્રદ્ધાની ખબર ન મળે તેને પોતાના આત્માના સ્વરૂપની શું ખબર હોય? એ તો પ્રગટ અજ્ઞાની છે. જુઓ, આ ભેદરૂપ સમકિતની વ્યાખ્યા છે ને? તેથી જેને અંતરમાં અભેદ સમકિત છે તેને સાચા દેવસંબંધી યથાર્થ શ્રદ્ધા હોય છે અને તે ભેદ સમકિત છે એમ કહે છે.
દસમો બોલઃ “(૧૦) સાદિ–સનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે.'
શું કહ્યું? કે “સાદિ-સનિધન' અર્થાત જે નવો ઉત્પન્ન થયો છે ને જેનો અંત છે એવા મૂર્તિ ઈન્દ્રિયોવાળા અને આત્માથી વિરુદ્ધ જાતિવાળા નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાય-શરીરપર્યાય તેનો વિનાશ થાય તેને મૃત્યુ કહેવામાં આવે છે; અને તે ભગવાનને છે નહિ. કાર્પણ શરીર સાથે લઈને જાય અને ઔદારિક શરીર નાશ પામે તેને મૃત્યુ કહીએ. પણ ભગવાનને તો ઔદારિક શરીરની સાથે જ કાર્પણ શરીર નાશ પામે છે. માટે તેમને મૃત્યુ છે જ નહિ. દેહ છૂટતાં પછી જન્મે તેને મૃત્યુ કહીએ, પરંતુ તેય ભગવાનને ક્યાં છે? માટે ભગવાનને મૃત્યુ છે નહિ.
હવે અગિયારમો બોલઃ “(૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે.'
અહા! શ્વાસ ગંધ મારે, ને શ્રમથી પરસેવો થઈ ગંધ મારે તે અશાતાના ઉદયને લીધે હોય છે. પણ એ પરસેવો ભગવાનને હોય નહિ, કેમકે ભગવાનને અશાતાનો ઉદય નથી. અહો ! ભગવાન તો અનંત અનંત આનંદ અને અનંત બળમાં બિરાજે છે; તેમને પરસેવો કેવો?
જુઓ, અહીં અરિહંતદેવના સ્વરૂપનું કથન ચાલે છે. જેને નિજ આત્માનું શ્રદ્ધાન-સમ્યગ્દર્શન હોય તેને વ્યવહારે આવા નિર્દોષ દેવની જ માન્યતા હોય છે એમ અહીં કહેવું છે. અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છે. તેનું અંતરમાં જ્ઞાન થઈને પ્રતીતિ થવી-શ્રદ્ધાન થવું તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, અને ત્યારથી જીવ સુખના પંથે ચઢે છે. પરંતુ જ્યાં સુધી પર્યાય નામ અવસ્થા અને શુભાશુભ રાગાદિ ઉપર દષ્ટિ છે ત્યાંસુધી પર્યાયબુદ્ધિવાળો તે જીવ દુઃખી છે. તેથી કહીએ છીએ-ભાઈ ! “સર્વમ્ લ્યન કમ્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com