________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ નિયમસાર પ્રવચન અહા! મુનિવરોને પ્રેમથી-વત્સલતાથી-ભક્તિથી આહાર-પાણી દેવાં એ પણ રાગ-મોહ છે, અને તે ભગવાનને હોતો નથી. ભગવાન કોને આહાર દે ને કોણ લે? ભાઈ, અનંત-અનંત..આનંદ-આનંદ કોને કહે? અરે! ધર્મ કોને કહેવો એ લોકોને ખબર નથી ! એ તો બહારમાં લઈ બેઠા છે કે આ ભક્તિ કરી ને ભગવાનની પૂજા કરી એટલે બસ થઈ ગયો ધર્મ; પણ એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળ ને? તું લાખ ભક્તિ કરને, પણ એ તો બધો શુભરાગ છે, ને એવો પ્રશસ્ત વા અપ્રશસ્ત મોહ કેવળીને હોતો નથી. તેમને ચતુર્વિધ શ્રમણસંઘ પ્રતિ પણ રાગ હોતો નથી એમ કહે છે.
પ્રશ્ન: તો ભગવાન ઉપદેશ શું કામ આપે છે?
સમાધાનઃ ઉપદેશ? ઉપદેશ કોણ આપે? ઉપદેશ તો વાણી છે, ને વાણી વાણીના કારણે એના કાળે નીકળે છે. ભગવાનમાં એ વાણી ક્યાં છે? (“ભગવાનની વાણી –એ તો વ્યવહારનું કથન છે.)
હવે સાતમો બોલ: “(૭) ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન (-ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રોદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે.'
જુઓ, શું કીધું? કે ધર્મધ્યાન ને શુક્લધ્યાન પ્રશસ્ત છે; ને એ ભગવાનને નથી. પ્રશ્નઃ કેવળજ્ઞાનીને શુક્લધ્યાન કહ્યું છે ને?
સમાધાનઃ એ તો ઉપચારથી કહ્યું છે, કેમકે કર્મ ખરે છે ને ? માટે એટલી અપેક્ષા ગણીને કહ્યું છે. વળી કેવળીને કષાય તો સર્વ નીકળી ગયો છે, પણ હજુ યોગ સાથે રહ્યો છે ને? એટલે એ અપેક્ષા ગણીને કહ્યું કે શુક્લધ્યાન છે; બાકી શુક્લધ્યાન તેમને છે કે દિ' ? જુઓ, કેવળીને શુક્લધ્યાન નથી એમ આમાં કહે છે. છે કે નહિ? છે. એ તો પ્રવચનસારમાં એમ આવ્યું છે કે કેવળજ્ઞાની કોનું ધ્યાન કરે છે? ત્યાં સમાધાન કર્યું કે-આનંદનું ધ્યાન ધરે છે, અર્થાત્ તેઓ અતીન્દ્રિય આનંદને અનુભવે છે. બાકી ભગવાનને ત્યાં ધ્યાન ક્યાં છે? તેઓ તો ધારાવાહી અનંત આનંદરૂપે પરિણમે જ છે. એકાગ્રતા તો અંદર પૂરણ પડી જ છે, નવી એકાગ્રતા કયાં કરવી છે? અહો! પરમેશ્વર શરીરમાં રહ્યા છે એમ દેખાય છતાં, તેમને વાણી નીકળે છે એમ દેખાય છતાં, તેઓ સમવસરણમાં બેઠા છે એમ દેખાય છતાં, તેઓ અનંત આનંદમાં જ સ્થિત-બેઠા છે. અહા ! એવા ભગવાનને, અહીં કહે છે, ધર્મધ્યાન કે શુક્લધ્યાન હોતું નથી. સમજાણું કાંઈ...? આવો મારગ બહુ ઝીણો બાપુ!
વળી તે સિવાયનાં આર્ત-રૌદ્રરૂપ અપ્રશસ્ત-માઠાં ચિંતન-ધ્યાન છે તેય ભગવાનને હોતાં નથી.
હવે આઠમો બોલઃ “(૮) તિર્યંચો નથા મનુષ્યોને વયકૃત દેહ-વિકાર (વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે.'
જુઓ, પશુ અને મુનષ્યોને વયકૃત જે શરીરનો વિકાર-વૃદ્ધાવસ્થા થાય છે તે ભગવાનને હોતી નથી. નારકીને વૃદ્ધાવસ્થા સદાય હોય છે, અને દેવને તે ક્યારે ય હોતી નથી. એટલે અહીં એ વાત લીધી નથી. પણ મનુષ્યને ને પશુને વયકૃત જીર્ણાવસ્થા થાય છે (માટે તેની વાત કરી છે.) દેહવિકાર એટલે શું? કે આ વાળ ધોળા થાય, શરીરમાં કરચલી પડે ને શરીર જીર્ણ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com