________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬] આ છે. શું? કે ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય તે મોહ છે, ને તે ભગવાન કેવળીને હોતો નથી. (આ ચતુર્વિધ સંઘ કેમ નભે એવો રાગ ભગવાનને હોતો નથી.) અહા ! કેવળીને કેવળી પ્રત્યે કે છબસ્થ સાધુ પ્રત્યે જ્યાં મોહ જ નથી ત્યાં શું એમનો વિનય કરે ? ના કરે. હા, સાધુને ભગવાન કેવળી પ્રત્યે રાગ-વિનય હોય છે, કેમકે સાધુને કિંચિત્ રાગનો ભાગ છે ને ? પણ કેવળીને તે હોતાં નથી, કેમકે ભગવાન પરમ વીતરાગ છે. ભાઈ, દેવ-ગુરુ પ્રત્યેનો પ્રેમ-ભક્તિ-વાત્સલ્ય એ કાંઈ ધર્મ નથી, પણ શુભરાગ છે, ને તે પુણ્યબંધનું કારણ છે. આવો વીતરાગનો મારગ છે.
પ્રશ્નઃ પ્રશસ્ત રાગ ને મોહમાં શું ફેર ?
સમાધાન: એ તો એનું એ છે. “શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ” એમ છે ને? અહીં મોહ શબ્દથી પર તરફ સાવધાની જાય છે એટલું કહેવું છે.
હવે ત્રીજો પ્રકાર: યતિ. “ઉપશમક અથવા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે.” અહા ! શ્રમણ આત્માની જતનામાં ચઢયા છે તે યતિ છે; ને તેમના પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય તે મોહ છે. હવે આ યતિ પણ બીજા પ્રત્યે પ્રેમ કરતા નથી. તેઓ શ્રેણિમાં આરૂઢ છે ને? અંદર ધ્યાનમાં છે, આત્માની સ્થિરતામાં રમે છે. તેથી તેમને બીજા પ્રત્યે પ્રેમ નથી. તો પછી કેવળીને બીજા પ્રત્યે પ્રેમ કેવો? અહા ! એક-એક વાતમાં બીજી કેટલી વાત ભરી છે?
હવે ચોથો પ્રકારઃ અણગાર. “અને સામાન્ય સાધુ તે અણધાર છે.' પ્રશ્ન: સામાન્ય સાધુ એટલે?
સમાધાનઃ જે છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં બિરાજમાન છે, ને જેમને કોઈ ઋદ્ધિ પ્રગટી નથી, જે અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વા કેવળજ્ઞાનથી રહિત છે તથા ઉપશમક કે ક્ષપક શ્રેણિ વિનાના છે તે સામાન્ય સાધુ એમ અર્થ છે. પણ સામાન્ય સાધુ એટલે જૈન સિવાયના આ બધાય સાધુ એમ નહિ, તથા જૈનના નામે ભેખ ધારીને બેઠા છે એય નહિ.
શ્રમણના ચાર ભેદ કીધાઃ (૧) ઋષિ-ઋદ્ધિસહિત શ્રમણ તે ઋષિ છે. (૨) મુનિ-અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વા કેવળજ્ઞાનથી સહિત શ્રમણ તે મુનિ છે. (૩) યતિ-ઉપશમક વા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે.
(૪) અણગાર-ઉપરોક્ત ત્રણ સિવાયના અર્થાત ઋદ્ધિ વિનાના, અવધિ, મન:પર્યય કે કેવળજ્ઞાન વિનાના, અને શ્રેણિ વિનાના શ્રમણ તે સામાન્ય સાધુ અણગાર છે. તે પાંચમા ગુણસ્થાનથી ઉપર અને આઠમાં ગુણસ્થાનથી નીચે છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં બિરાજમાન હોય છે.
આ ચારેય શ્રમણો પ્રત્યેનો વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે ને તે ભગવાન કેવળી પરમાત્માને હોતો નથી. અને આ સિવાયનો બીજા પ્રત્યેનો મોહ તે અપ્રશસ્ત અર્થાત્ અશુભભુંડો જ છે. કુટુંબપરિવાર, ધન-સંપત્તિ પ્રત્યેનો મોહ-રાગ અશુભ છે; અને તેય ભગવાનનો હોતો નથી. અરે ભાઈ ! ચાર પ્રકારના સાધુ પ્રત્યેનું વાત્સલ્ય પણ શુભરાગ છે, શાન્તિને બાળનારી આગ છે, તો પછી અશુભનું તો શું કહેવું? છ૭ઢાલામાં આવે છે ને કે-“રાગ આગ દહૈ સદા”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com