________________
८०
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
શુભરાગ-પ્રશસ્ત રાગ છે.
(૨) આવો પ્રશસ્ત રાગ ભગવાન કેવળીને હોતો નથી.
હવે આગળ કહે છેઃ ‘અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકા કહેવાના ને સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે.’
[નિયમસાર પ્રવચન
જુઓ, અહીં દેશકથાને રાજા સંબંધી કથામાં સમાવી લીધી છે. અહા! આવી વસ્તુઓ ભોજનમાં હતી તે કહેવાના ને સાંભળવાના કૌતુહલભાવ તે અપ્રશસ્ત રાગ છે-અશુભ રાગ છે-પાપના ભાવ છે. નવરો થાય ને માંડે કે આજે ભોજનમાં આ હતું ને તે હતું, પણ એમાં શું (લાભ ) છે? ધૂળેય લાભ નથી સાંભળને. એ તો વિકથા-પાપકથા છે, અપ્રશસ્ત રાગ છે; અને તે ભગવાન કેવળીને હોતો નથી એમ વાત
છે.
અહા ! સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી કે ભોજન સંબંધી વિથા કહેવાના કે સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ અર્થાત્ પાપનો ભાવ છે; અને તે કેવળી ૫૨મેશ્વરને હોતો નથી. બહુ ઝીણો ધર્મ બાપુ! જગતને તે હાથ આવ્યો નથી એટલે વાડા બાંધીને બેઠા છે. (પણ એ તો ચા૨ ગતિમાં આથડવાનું છે.)
શ્રીમદ્દમાં આવે છે ને?
“ અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન;
સેવ્યા, નહિ ગુરુ-સંતને મૂક્યું નહિ અભિમાન.
હવે છઠ્ઠો બોલ જરી ઝીણો છે:
(૬) ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે.’
આ ચાર પ્રકારના શ્રમણ નીચે ફૂટનોટમાં કહ્યા છે. જુઓ,
‘શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે: (૧) ઋષિ (૨) મુનિ (૩) યતિ અને (૪) અણગાર.’
અહાહા...! આ ઋષિ એટલે સાચા જૈન શ્રમણની વાત છે હોં; કેમકે તે સિવાય બીજા કોઈ ઋષિ હોય નહિ. અહાહા...! જૈનના ઋષિ એટલે ? જેમણે આત્મા આનંદસ્વરૂપ છે એના ભાન વડે તેમાં લીનપ્રલીન થઈ, રાગને જીતીને ઉગ્રપણે અંતરમાં આનંદ પ્રગટ કર્યો છે તે જૈન સાધુ ઋષિ છે. અહા ! જૈન કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુનો સ્વભાવ છે. તે સ્વભાવની ઉગ્ર આરાધનામાં પડેલા જૈનના સાચા સંત એવા ઋષિ છે. ઋષિના શાસ્ત્રમાં ઘણા ભેદ છે. અહીં તો એટલું જ લીધું છે કે- ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે.' અહા ! તેમના પ્રત્યેનો વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત રાગ છે ને તે ભગવાનને હોતો નથી.
મુનિ છે.’
હવે બીજો પ્રકાર: મુનિ. ‘ અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ લ્યો, આ કેવળીઓ પ્રત્યે કે મુનિઓ પ્રત્યે વાત્સલ્ય-પ્રેમ મોહ છે એમ કહે છે અને તે ભગવાન કેવળીને હોતો નથી એમ વાત છે. જુઓ, કેવળીને બીજા કેવળી પ્રત્યે મોહ હોતો નથી એમ આમાં આવ્યું કે નહિ? તો પછી કેવળીને બીજા છદ્મસ્થ પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય-વિનય હોય એમ કેમ બને? એમ હોતું જ નથી. ભાઈ, ત્રણકાળ-ત્રણલોકમાં વીતરાગ મારગનું કહેલું તત્ત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com