________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬]
૭૯ એવા શરીરમાં વેદના થાય એવી વાતુ બાપા! શું વીતરાગ મારગમાં હોય? ના હોય. આ તો વીતરાગ પરમેશ્વરનો મારગ પ્રભુ! અહા ! સચ્ચિદાનંદ પ્રભુ પોતે આત્મા જ છે; એનું અંતરમાં ભાન ને લીનતા થઈને જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ છે તેને વેદના ને વેદનાભય છે જ નહિ.
વળી ભગવાનને અકસ્માતભય અર્થાત્ નવું કાંઈક થઈ જશે એનો ભય નથી. દિવાલ પડશે, વીજળી પડશે એવો ભય પરમાત્માને હોતો નથી. અહા ! જ્યાં સમ્યગ્દષ્ટિને પણ એવો ભય નથી ત્યાં કેવળીને ભય કેવો? તેમને વળી અકસ્માત્ ને આકસ્મિક શું? ભગવાનને કેવળજ્ઞાનમાં ત્રણ કાળ-ત્રણ લોક યુગપતું પ્રત્યક્ષ ભાસે છે ત્યાં તેમને નવું આકસ્મિક શું હોય? કાંઈ જ નહિ. તેથી ભગવાનને વિસ્મય કે અકસ્માતભય હોતો નથી.
આ રીતે સાત પ્રકારના ભય દેવને હોતા નથી. હવે ચોથો દોષ (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે.'
ક્રોધાવેશમાં આવી જાય તેને રોષ થાય છે ને ? પણ એ ભગવાનને હોતો નથી. રાક્ષસને મારવા ધનુષ્ય ચઢાવે ને ભૂકુટિ ચઢાવે તે ભગવાન ન હોય. અહા ! જે પૂર્ણાનંદના શીતળસ્વભાવમાં પરમ શાંત વીતરાગ થઈને રહ્યા છે તેમને રોષ ન હોય, ને રોષ હોય તે ભગવાન ન હોય. સમજાય છે કાંઈ? હવે પાંચમો બોલઃ
(પ) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે.”
જુઓ, રાગના બે પ્રકાર કીધાઃ (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત અર્થાત્ શુભ ને અશુભ, અને તે ભગવાન કેવળીને હોતા નથી. હવે આમાં વિશેષ ન્યાય કહે છે.
દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે.
બીજાને દાન આપે છે ને? તો તેમાં શુભરાગ થાય છે; શીલ-બ્રહ્મચર્ય પાળે ને ઉપવાસ કરે તેમાં શુભરાગ થાય છે. જુઓ, ઉપવાસને અહીં શુભરાગ કીધો છે!
વળી, ગુરુજનોની-પોતાના ગુરુ કે સંત-મહામુનિવરોની વૈયાવૃજ્યમાં શુભરાગ છે, તે ધર્મ નથી એમ કહે છે.
અહા ! દાન, શીલ, ઉપવાસ ને ગુરુજનોની સેવા એ પ્રશસ્ત રાગ-શુભરાગ છે, અને એ રાગ કેવળી પરમાત્મા-તીર્થકરદેવને હોતો નથી. અર્થાત્ કેવળી બીજાની સ્તુતિ કરે કે વિનય-વંદના કરે એમ હોતું નથી, કેમકે ભગવાનને એવો રાગ હોતો નથી. જુઓ, છે કે નહિ આમાં? અહા ! કેવળી ભગવાન છમસ્થ ગુરુની સ્તુતિ-વિનય કરે એમ કોઈદિ' હોય નહિ; કેમકે કેવળીને પ્રશસ્ત રાગ નથી. વળી સેવા તો પોતાથી મોટા હોય એની હોય. પણ ભગવાનથી મોટું કોણ છે?
પ્રશ્ન: જે એમનાથી પહેલા કેવળજ્ઞાન પામ્યા છે એ મોટા છે કે નહિ?
સમાધાન: ના, એ મોટા નથી. કેવળીને બીજા કેવળી પ્રત્યે રાગ હોતો નથી. આ વાત હવે પછી (છઠ્ઠી બોલમાં) આવશે. અત્યારે તો ગુરુજનોની વૈયાવૃત્યથી ઉત્પન્ન થતો પ્રશસ્ત રાગ કેવળીને હોતો નથી એમ સિદ્ધ કરવું છે. અહીં ! કેવળીને કેવળી પ્રત્યે રાગ ન હોય ત્યાં છદ્મસ્થ પ્રત્યે રાગ-વિનય હોય એમ કેમ બને? ન બને, કેમકે પ્રશસ્ત રાગ કેવળીને-દેવને હોતો નથી. આવો મારગ છે બાપા! આમાં બે વાત થઈ: (૧) કોઈ દાન, શીલ, ઉપવાસ કે ગુરુની સેવાને ધર્મ માને તોપણ એ ધર્મ નથી. માત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com