________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
[ નિયમસાર પ્રવચન નથી. અહીં કહે છે જેણે પોતાની નિજ ચૈતન્યવહુની સંભાળ કરી છે તે સમકિતીને ભય નથી, તો પછી જે પૂર્ણ પરમાત્મા થયા છે તેમને ભય કેવો? આવી નિઃશંક નિજ વસ્તુ જેણે જાણી ને માની છે તે ધર્મીના વ્યવહાર પરમેશ્વર પણ એવા પૂર્ણ નિર્ભય હોય છે, તેને તે દેવ માને છે, બીજાને નહિ. સમજાણું કાંઈ...?
વળી અહીંથી મરીને બીજે ક્યાં જઈશ? એવો પરલોકનો ભય સમકિતીને નથી. અહા ! હું ક્યાં જાઉં? હું તો ચિદાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ આત્મા જ્યાં હોઉં ત્યાં સદા મારામાં જ છું. સમજાય છે કે નહિ આ? આ સ્ત્રી-પુત્રાદિમાં કે દેવ-નરકમાં ક્યાંય આત્મા નથી એમ કહે છે. ભારે વાત ભાઈ ! અરે ! એને મોટી લપકમાં-વળગાડ છે. શું? કે જે પોતામાં નથી તેમાં રોકાઈ ગયો છે, ને પોતાને સંભાળવાનું સાવ ચૂકી ગયો છે.
અહીં તો ભગવાન! તારા જન્મ-મરણના દુ:ખના ફેરા કેમ ટળે, ને તને અંતરની શાશ્વત શાન્તિ કેમ મળે એ એક જ વાત છે. બાકી બધા આ લોકમાં કે પરલોકમાં હેરાન-હેરાન દુઃખી છે. કરોડપતિ દુઃખી ને અબજોપતિય દુઃખી, રાજા દુઃખી ને રંક પણ દુ:ખી;-એ બધા દુ:ખની વાણીમાં પીલાય છે. અહા ! વસ્તુ પોતે ભગવાન આત્મા આનંદનો નાથ છે, પણ તેની ખબરું વિના બધા પુણ્ય-પાપ ને મિથ્યા ભાવની લઢણમાં પડ્યા છે તેથી દુઃખી જ છે. ઠીક છે એમ બહારમાં ભલે દેખાય, પણ અંદર તો હોળી સળગે છે. પણ અહીં કહે છે-જેને અંતરમાં ભાન થયું કે હું ચૈતન્યદેવ છું તે ધર્મી પુરુષને પરલોકનો ભય નથી. તો પછી ભગવાનને પરલોકનો ભય ક્યાંથી હોય ?
વળી ભગવાનને અરક્ષાભય નથી. (જ્યાં શાશ્વત ચૈતન્યવહુ આત્મા ત્રિકાળી અવિનશ્વર સત્ સ્વયમેવ પોતામાં સુરક્ષિત-સ્વરક્ષિત છે ત્યાં અરક્ષણ શું? તેથી પૂર્ણ શાશ્વત દશાને પ્રાપ્ત ભગવાન કેવળીને અરક્ષાભય હોતો નથી.)
ભગવાનને અગુભિય નથી. ગઢ આદિમાં સંતાઈ જઉં જેથી અગુમિ ટળે એવો ભય ભગવાનને હોતો નથી. અહા ! સર્વજ્ઞ પરમાત્મા તો અનંત આનંદના સ્વરૂપગઢમાં જ ગુમ રહ્યા છે, ત્યાં કોઈનો પ્રવેશ જ નથી તો શાનો ભય?
ભગવાનને મરણનો પણ ભય નથી. કાર્પણ શરીર રહે ને ઔદારિક દેહ છૂટે તેને મરણ કહે છે. પણ ભગવાનને તો ઔદારિક દેહ છૂટતાં જ સાથે કામણ શરીર છૂટી જાય છે. એટલે તેમને મરણ જ નથી, ને તેથી મરણભય પણ નથી.
ભગવાનને વેદનાભય નથી. પૂર્ણ આનંદનું જ્યાં વેદન છે ત્યાં બીજી વેદના શરીરની વેદના ક્યાં છે કે વેદનાભય હોય? અરે, પરમેશ્વર–પરમાત્મા કોને કહીએ તેની અજ્ઞાનીઓને ખબરું નથી! જેને જિન પરમાત્મસ્વરૂપની ખબર છે તેને બીજા પરમેશ્વર કેવા હોય તેની બરાબર ખબર હોય જ. અને જેને બીજા પરમેશ્વરની ખબર નથી તેને પોતાના પરમેશ્વરનીય ખબર નથી. એ તો જ્યાં-ત્યાં બહારના દેવ-દેવલાંને માને છે, ને માથાં ફોડ છે. ભાઈ, પોતે દેવ કેવો છે, ને બહારમાં કેવા દેવની શ્રદ્ધા હોવી જોઈએ એની આ વાત છે.
ઓહો..ભગવાનનું શરીર તો પરમ ઔદારિક થઈ ગયું છે. તેમના શરીર પર બીજો નજર કરે તો તે તેના સાત ભવ ભાળે એવા તો શરીરના રજકણો નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. હવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com