________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬] આવી વાત છે. હવે ત્રીજો બોલઃ
(૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુભિય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે.”
અહા! ભગવાનને કોઈ ભય હોતો નથી. સાક્ષાત પરમામૃતના અનુભવમાં પડયા છે તેમને ભય કેવા? અરે! સમ્યગ્દષ્ટિને પણ ભય નથી. એ આવે છે ને (સમયસાર, નિર્જરા અધિકારમાં) ? ઓહો ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર આત્મા છે. અહાહા ! વસ્તુ... વસ્તુ... વસ્તુ.. અસ્તિ-સત્તારૂપ પદાર્થ આત્મા છે કે નહિ? છે ને. અહા ! આત્મા વસ્તુ અસ્તિ છે તે સ્વભાવવાના છે. તો તેનો સ્વભાવ શું? અહાહા....! અનંત જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ સ્વભાવથી તે ભરપૂર ભરેલો છે. સ્વભાવ છે તેની હદ શું? અનંતઅનંત જ્ઞાન-આનંદથી ભરપુર ભરેલો પ્રભુ આત્મા છે. અહા ! આવા નિજ સ્વરૂપની જેને અંતર્દષ્ટિ થઈને ધર્મની દષ્ટિ પ્રગટી છે, અંતરમાં ભાન થયાં છે-તેને પણ ભય હોતો નથી, તે નિર્ભય છે, તો પછી જેમને પૂર્ણ ધર્મ પ્રગટ છે તે ધર્મના ઈશ્વર ભગવાન કેવળીને ભય કેમ હોય? ન હોય, ન હોઈ શકે.
અહા! દેવને-ભગવાન કેવળીને આ લોકનો ભય હોતો નથી. કેમ? કેમકે નિજ ચૈતન્ય લોક જ પોતાનો લોક છે. હવે એમાં તેમને ભય કોનો? અરે ! આ લોકમાં લક્ષ્મી ચાલી જશે તો? દીકરો જન્મીને મરી જશે તો?–આદિ ભય હોતો નથી. પણ એ લોકના પદાર્થો એના ચૈતન્યલોકમાં જ નથી તો ભય શાનો? ભગવાન પૂર્ણ નિર્ભય છે. અહા! જ્યાં સમ્યગ્દષ્ટિ નિર્ભય છે તો કેવળીની “તો શી વાત? નિર્ભય-નિર્ભય-પૂર્ણ નિર્ભય.
સમ્યગ્દષ્ટિનો પહેલો જ ગુણ નિઃશંકપણું-નિર્ભયતા છે. અહો! નિઃશંક ને નિર્ભય એવો અખંડાનંદસ્વરૂપ ચૈતન્યવજની મૂર્તિ હું આત્મા છે. આ શરીર ને રાગ ને પુણ્ય-પાપ-એ હું નહિ; કેમકે એ બધા અનાત્મા છે, પર છે. અહા ! આવું જેને સ્વાનુભવની દશા થઈને ભાન થયું છે એવા ધર્મીને-કે જે સુખના પંથે ચઢેલો છે તેને-ભય હોતો નથી. અંદર નિઃશંક છે ને? તેથી અહા! ઉપરથી ઇન્દ્રોનાં વજ પડ તોય તે ભય પામતો નથી. “નિર્ભય મારી નગરી છે”—એમ તે સદાય જાણે છે. અહાહા...!
નિર્ભય નગરી સોહામણી રે, જ્યાં વસે મારો નાથ.'
નાથ” એટલે પોતે હો. હવે સમકિતી–ધર્મીને જ્યાં ભય નથી ત્યાં જેને પૂર્ણ કેવળજ્ઞાનદશા-પૂર્ણ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે તે ભગવાન કેવળીને કેમ ભય હોય? અહાહા..! કેવળજ્ઞાની સર્વજ્ઞદેવને શું શંકા ને શું ભય?
અહા! અજ્ઞાની તો દેવ નામ ધરાવે ને હાથમાં ધારણ કરે ત્રિશૂળાદિ હથિયાર! તેનો અર્થ શું? એ જ કે તે ભયવાન છે. તેથી તે દેવ કહેવાય નહિ. ધનુષ્ય, તીર, ગદા આદિ ધારણ કરે તે દેવ નથી, કેમકે તેને શત્રુનો ભય લાગે છે, તેથી તો તે હથિયાર રાખે છે. હથિયારધારી દેવ, પરમાત્મા કે પરમેશ્વર હોય નહિ. અરે! લોકોને હું કોણ? ને પરમાત્મા કોણ? કાંઈ ખબર નથી. એ તો આ દુનિયાની વ્યવસ્થામાં-આ શરીર, સ્ત્રી-પુત્ર-પરિવાર ને મકાન, ધંધા વગેરે ધૂળની કે જે પોતાનામાં નથી તેની વ્યવસ્થામાં પડ્યા છે. મૂઢ ઉકરડાને ઉથાપે છે! પોતે જેનામાં નથી તેની (વૃથા) સંભાળ રાખવા મથે છે, અને પોતે જેમાં છે તે આત્માની સંભાળ કરવાની દરકારેય કરતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com