________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
[ નિયમસાર પ્રવચન શરીર-અવસ્થા તેના પર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે.)”
અહા! કેવળી પરમાત્માને તૃષા ન હોય. અહા! અંદર આત્મા વસ્તુ જ એવી અતીન્દ્રિય સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે કે તેનું જ્યાં ભાન થાય છે ત્યાં ધર્મી-સમ્યગ્દષ્ટિ પુરુષ પણ સમ્યગ્દર્શનમાં ને સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ રસ પીવે છે. તો જેને પરમાત્મદશા થાય તેને તો નિરંતર પૂર્ણ નિર્વિકલ્પ આનંદના રસનું જ પીણું હોય છે; પરંતુ આ પાણી પીવું એ હોતું નથી. “નિર્વિકલ્પ રસ પીજીએ” –એમ આવે છે ને? અહા! નિરંતર, નિર્વિકલ્પ આનંદના રસને પીનારાને શું પીડા છે કે તે પાણી પીવે? ભગવાનને તુષાય હોતી નથી ને પાણીનું પીવુંય હોતું નથી.
ભાઈ, આ પુણ્ય-પાપના ભાવ કે જે વિકલ્પ-રાગ છે એ તો ઝેરના પીણાં છે બાપા! અને એ રાગનો રસ-ઝેરનો રસ તો અનાદિથી પીવે છે. અરે ! પણ એને કાંઈ ખબર નથી ! ઝેર પીને માને છે કે હું સુખી છું. શરીર ઠીક હોય એટલે માને કે સુખી છું. પણ બાપુ ! આ દેહુ તો માટીધૂળ જગતની ચીજ છે, એ ક્યાં એની (–આત્માની) છે? અને એ ક્યાં એની ( –આત્માની) થઈને રહી છે? શું તે આત્માની થઈને રહી છે? ના, એ તો જડની જડરૂપ થઈને રહી છે, તે કદીય જીવ પણે થઈ નથી, ન થઈ શકે. પણ એની એને ખબર નથી ! અહાહા...! ભગવાન આત્મા તો દેહરહિત, દેથી ભિન્ન એકલા અમૃતમય આનંદનો સાગર છે. અહીં કહે છે–તેની (આત્માની) અંતર્દષ્ટિ કરીને જેણે નિર્વિકલ્પ અમૃતના પ્યાલા પીધા છે, જેને ધર્મદષ્ટિ પ્રગટ થઈ છે તે, જેને તૃષા ન હોય એવા પૂર્ણ અનંત અમૃતરસના સ્વાદિયાને જ દેવ તરીકે વ્યવહાર માને છે. ભારે કામ ભાઈ !
અહા! જેમને પૂર્ણ આનંદ પ્રગટ છે એવા ભગવાન કેવળીને જેમ સુધા ન હોય તેમ તૃષા પણ ન હોય-એવો કોઈ દોષ ન હોય. પણ એવા પરમાત્માની અજ્ઞાનીને ખબર નથી. અહા ! તીવ્ર, તીવ્રતર, મંદ કે મંદતર પીડાથી ઊપજતી તૃષા ભગવાનને હોતી જ નથી, કેમકે એવો વિશિષ્ટ-ખાસ પ્રકારનો (તૃષા ઊપજવે તેવો) અશાતાવેદનીયનો ઉદય ભગવાનને હોતો નથી. સાધારણ અશાતાનો ઉદય કેવળીને હોય છે; પણ અહીં “વિશિષ્ટ' શબ્દ છે ને? મતલબ કે ખાસ પ્રકારનો ઉદય નથી. વળી ભગવાન વીતરાગ પરમેશ્વરને મોહનીયનો તો સંપૂર્ણ અભાવ છે; તેથી તેમને ઇચ્છાનો સર્વથા અભાવ જ છે, અને પૂર્ણ આનંદ પ્રગટ છે. તો પછી પીવાની ઇચ્છા કેમ હોય ? ન હોય. ભગવાનને પીવાની ઇચ્છાય નથી અને ઇચ્છાજનિત તૃષાની પીડાય નથી. સમજાય છે કાંઈ? અહાહા....! અહંત પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માને તૃષા હોતી જ નથી, હોઈ શકે જ નહિ.
અહા! શરીરમાં રહ્યા છતાં (આ નિમિત્તથી કથન છે હોં) કેવળજ્ઞાની પરમાત્માને કે જે એક સમયમાં યુગપત્ ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે, તથા જે અનંત આનંદ-અમૃતરસને પીવે છે તે સ્વરૂપાનંદી પ્રભુને તૃષા હોય જ નહિ. અહા! ભગવાન અર્હતદેવ તો સર્વ ઇચ્છાઓનો નાશ કરીને પોતાના સ્વરૂપમાં તૃત-તૃત-તૃત થઈ ગયા છે. નિજાનંદરસલીન સ્વરૂપતૃત એવા ભગવાનને તૃષા ન હોય; છતાં તેમને તૃષા માનવી તે કલંક છે, તે ભગવાનને આળ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com