________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬
]
૭૫
વસ્તુ જે પૂર્ણ છે તે પર્યાયપણે પ્રગટ નથી, છતાં વસ્તુપણે તો તે અંદર પ્રગટ જ છે, કેમકે વસ્તુ છે ને ? અહા ! આ વસ્તુસ્થિતિ છે, અને એ રીતે અહીં વાત ચાલે છે.
અહા ! એ ત્રિકાળી ધ્રુવ નિજ ચૈતન્યવસ્તુ છે તેના પર દષ્ટિ મૂકતાં ને તેમાં જ લીનતા કરતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન ને શાંતિનું પરિણમન થાય તેને અહીં દુ:ખથી મુક્ત થવાનો ઉપાય કહેવામાં આવ્યો છે. અને તે સાચો મોક્ષમાર્ગ છે. અહા! આવો નિશ્ચય મોક્ષમાર્ગ જેને પ્રગટયો હોય તે ધર્માત્માને દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા કેવી હોય તે અહીં કહે છે. તેમાં આ દેવના સ્વરૂપની વાત છે.
અહા! અનાદિથી સંસારદશા હતી તેનો નાશ થઈને જેમને દિવ્યશક્તિ પ્રગટ પર્યાયરૂપે પરિણમી ગઈ છે, અર્થાત્ જે પર્યાયબુદ્ધિ હતી તેનો નાશ કરીને નિજ સ્વભાવમાં બુદ્ધિ સ્થાપીને, ને તેમાં જ સ્થિર-લીન થઈને જેમણે વર્તમાન દશામાં પૂર્ણ અનંત જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યાં છે એવી દિવ્યતાના ધારક દેવ છે. તે દેવને સમિતી વ્યવહારદેવ તરીકે માને છે. અહાહા...! નિશ્ચય દેવ તો દિવ્યશક્તિનો ભંડાર ભગવાન આત્મા પોતે છે, અને જેને પૂર્ણ દિવ્યતા પર્યાયમાં પ્રગટ થઈ છે તેને જ સમ્યગ્દષ્ટિ દેવ તરીકે સ્વીકારે છે. આ સિવાય કોઈ બીજાને (–રાગીને ) તે દેવ તરીકે માને નહિ; કેમકે જે ક્ષુધાદિ અઢાર દોષરહિત પૂર્ણ દશાને પ્રાપ્ત હોય છે તે જ દેવ છે. અહા! સુખના પંથે ચઢેલો સમ્યગ્દષ્ટિધર્મી પૂર્ણ સુખી વીતરાગદેવને જ દેવ માને છે.
અહા ! જે સર્વજ્ઞ વીતરાગ દેવ હોય તેમને ક્ષુધા ન હોય એમ વાત ચાલે છે. અહાહા...! અનંતઅનંત આનંદ-અમૃતરસના સ્વાદિયા સ્વરૂપાનંદી પ૨માત્માને ક્ષુધા કેમ હોય કે જેથી તે આહાર લે અને ખાય ? ભાઈ, જે આહાર લે અને ખાય તે પરમાત્મા જ ન હોય. ભગવાનને રોગ થયો ને કોળાપાકનો આહાર લીધો એ બધી તદ્દન કલ્પિત વાતો છે. એમ કહેનારને સાચા દેવના સ્વરૂપની ખબર નથી, અને તેને અંદર પોતે આત્મા દેવ કેવો છે એનીય ખબર નથી. અજ્ઞાનવશ સ્વાનુભવરહિત તે સાચા દેવને સ્વીકારતો નથી, અને એનાથી વિપરીત દેવને માને છે. વાસ્તવમાં પર્યાયબુદ્ધિ પલટીને જેને દ્રવ્યષ્ટિ થઈ છે તેને જ દોષરહિત સાચા દેવની શ્રદ્ધા હોય અને તેવી શ્રદ્ધાને વ્યવહા૨ સમિતિ કહે છે. સમજાણું sis...?
ભાઈ, આહારની ઇચ્છારૂપ દુ:ખ તે ક્ષુધા છે. ક્ષુધા તો દુઃખ-પીડા છે, અને તે ભગવાનને કેમ હોય ? અહાહા...! જેમના અંતરમાં ૫૨મ અમૃતનાં-પરમાનંદનાં વેણલાં (-વહેણ ) પૂર્ણ વહી રહ્યાં છે તે દેવને ક્ષુધા હોય નહિ; ને ક્ષુધા હોય તે દેવ હોય નહિ. જો ભગવાન આહાર લે ને તેમને ક્ષુધાનું દુ:ખ હોય તો અનંત આનંદને બાધા આવે, ભગવાનને અનંત આનંદ છે એમાં બાધા આવે. પણ એમ છે નહિ, હોઈ શકે નહિ. અહા ! નિર્મળાનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ અંદર આત્મા છે તેનો જેને અંતર્દષ્ટિમાં સ્વીકાર થયો છે તે ધર્મી પુરુષ, ક્ષુધાદિ દોષરહિત વીતરાગ સર્વજ્ઞદેવને જ દેવ તરીકે સ્વીકારે છે અને તે જ યથાર્થ છે. આ પહેલો બોલ થયો. હવે બીજો બોલ ‘તૃષા' નોઃ
(૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર તીવ્રત (–વધારે તીવ્ર ), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ
તૃષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com