________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
| [નિયમસાર પ્રવચન છે ત્યાં પણ–તેને આખી દુનિયાની તૃષ્ણા અંદરથી ઉઠી જાય છે, અર્થાત્ રુચિમાં આખો સંસાર છૂટી જાય છે, તો પછી નિરંતર આત્માના પૂર્ણ અમૃતના આનંદના સ્વાદિયા એવા ભગવાનને-પૂર્ણ વીતરાગ પરમેશ્વરને સુધા હોય એમ કેમ બને? અહા ! જેને સુધાદિ દોષો નથી તેને જ ભગવાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ..?
અહા! ભગવાન આત્માના અનંત આનંદમાંથી એક અંશનો પણ સ્વાદ જ્યાં સમકિતમાં આવ્યો ત્યાં ધર્મી ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં...
પ્રશ્નઃ ધર્મી તો બહારમાં-ગૃહસ્થાશ્રમમાં ન હોય ને?
સમાધાન: હા, સમકિતી તો પોતાના આત્મામાં આત્માના આનંદમાં જ છે; તે ગૃહસ્થાશ્રમમાંય નથી ને બીજે ક્યાંય શરીરાદિમાંય નથી. પણ ભાષા શું કહેવી? (નિમિત્તપરમ ભાષા એવી જ આવે છે). બાકી એ રાગમાં નથી, પુણ્યમાં નથી, શરીરમાં નથી, સ્ત્રી-પુત્રમાં નથી અને રાજ્યમાં પણ નથી. અહા ! આત્માના આનંદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીના ભોગ ધર્મીને ઝેર સમાન અરુચિકર લાગે છે. તેનો એને પ્રેમ હોતો નથી.
અહીં કહે છે-ભગવાનને આહાર લેવાનો ભાવ આવે ને તે લેતાં શરીર સુંદર પુષ્ટ રહે એવી બાપુ! વસ્તુસ્થિતિ નથી અને જેવી વસ્તુસ્થિતિ નથી તેવું માનવું એ તો ભ્રમણા-ભ્રાન્તિ છે. ભગવાન! તું ભ્રમણાએ ચઢી ગયો છો.
આ નિયમસાર સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેની છઠ્ઠી ગાથા ચાલે છે. તેમાં શું કહે છે? કે જેને આત્માના આનંદની પૂર્ણ દશા પ્રગટ થઈ છે એવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને, ભલે શરીર હો તો પણ, સુધાદિ દોષો હોતા નથી. એવી જ વસ્તુસ્થિતિ છે.
અહા! આત્મા ચૈતન્યવસ્તુ દ્રવ્ય છે, તેના ગુણ છે, અને વર્તમાન, વર્તમાન વર્તતી પર્યાય તે અવસ્થા છે. બસ, આ ત્રણ એની હયાતીમાં છે, આ એની હયાતી છે. અહા ! આત્મા વસ્તુ ત્રણ પ્રકારે છે: (૧) દ્રવ્યપણે (૨) ગુણપણે ને (૩) પર્યાયપણે અવસ્થાપશે. આ ત્રણમાં એ છે, પરંતુ એ સિવાય નથી આત્મા કર્મમાં કે નથી આત્મા શરીર, વાણી, સ્ત્રી, પુત્ર કે કુટુંબમાં, કેમકે એ તો બધી પર ચીજો છે. તેથી એમાં આત્મા નથી, અને એ ચીજ આત્મામાં નથી. હવે એનામાં જે રાગદ્વેષમોહની એક સમયની અંશ-દશા છે એ ઉપર તેની અનાદિની રુચિ છે, અને તેને જ તે માને છે. તેથી હવે જેને હિત કરવું છે, દુ:ખ ટાળી સુખી થવું છે તેણે પર્યાયમાં-દશામાં જે રાગદ્વેષમોહ જણાય છે તેની રુચિ અને તેનો આશ્રય છોડવો જોઈએ; કેમકે એની રુચિમાં અનાદિથી એ છે અને તેથી તો એ દુઃખી છે. ઝીણી વાત છે પ્રભુ! પણ અરે ! રાગની ને શરીરની રુચિ આડે એણે આ સાંભળવાની દરકાર કરી નથી!
અહા! આ હાડકાં ને શરીર તો જડ છે, અને એ તો એનામાં જડપણે જડ થઈને રહ્યાં છે. તે કાંઈ
નથી. તેમ આત્મા-ચૈતન્યબસ્ત પણ એમાં નથી. હવે એનામાં ( આત્મામાં) તેની અનાદિની દશામાં પ્રગટ છે તે રાગદ્વેષમોહ છે. પણ એ દુઃખરૂપ છે; તે વડે તે અનાદિથી દુ:ખી છે. માટે દુ:ખનો જેણે નાશ કરવો હોય તેણે પર્યાયમાં રહેલ અંશપણાની ને રાગદ્વેષમોહની રુચિ છોડીને, અર્થાત્ તે છે છતાં લક્ષમાંથી તેને છોડીને આખી ચીજનો કે જે અનંત આનંદનો કંદ છે ને જે વ્યક્ત નથી છતાં અંદરમાં ત્રિકાળ વિધમાન છે તેનો આશ્રય લેવો જોઈએ. અહા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com