________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬ ] દોષોથી રહિત હોય તેનું આ વર્ણન છે.
(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેશની કરનારી તે સુધા છે. (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારના-અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે સુધા છે )
અહા ! પૂર્ણ અમૃતનો સાગર જ્યાં અનુભવાય છે ત્યાં ભગવાનને ક્ષુધા કેવી? અહા ! અંદર આત્મા અનંત અમૃતનો સાગર ભરેલો છે. તે જ્યાં પર્યાયમાં પૂરણ ઉછળી રહ્યો છે ત્યાં એવા અમૃતના અનુભવનારને-ભગવાન કેવળી પરમાત્માને ક્ષુધા કેવી ? ભાઈ, ભગવાન તો અનંત અમૃતના આનંદનું ભોજન કરી રહ્યા છે. તેમને ક્ષુધા ન હોય. અહા ! અર્હત, પરમેશ્વર, દેવ એને કહીએ જેને સુધા ન હોય. અરે ! નીચે (ચોથા, પાંચમા ને છઠ્ઠી ગુણસ્થાને) પણ જ્યારે જીવ અમૃતસાગર પ્રભુ આત્માના અનુભવમાં હોય છે ત્યારે તેને આહારની ઈચ્છા હોતી નથી ( જો કે બહાર વિકલ્પમાં આવશે ત્યારે વત્તિ ઉઠશે). તો પછી આ કેવળી પ્રભ તો અનંત આનંદના સાગરમાં ડોલી રહ્યા છે, તેમને અતીન્દ્રિય આનંદનું પૂર્ણ (પ્રતિ સમય) વેદન છે; પછી તેમને ક્ષુધા કેવી ? અહો ! સમયે-સમયે પરમેશ્વર અરિહંતદેવને અનંત અતીન્દ્રિય આનંદના ભોગવટાનું ભોજન હોય છે. તેમને ક્ષુધા હોય, ને તેઓ આહાર કરે એમ માનવું એ કલંક છે. એમ માનનાર સાચા દેવને ઓળખતો જ નથી.
અહા! ભગવાન સર્વશદેવને અશાતાનો તીવ્ર ઉદય હોતો નથી. એવો વિશિષ્ટ-ખાસ પ્રકારનોઅશાતા વેદનીય કર્મનો ભગવાનને ઉદય નથી, અને મોહનીયનો તો સર્વથા અભાવ છે. તેથી ભગવાનને ભોજનની ઇચ્છારૂપ કલેશ-દુઃખ-સુધા અને ભોજન હોતાં નથી. અહા ! જેમની વાણી-દિવ્યધ્વનિ આગમ કહેવાય છે તે ભગવાનને સુધાદિ દોષ હોય નહિ અને એવા દોષવાળાની વાણીને આગમ કહેવાય નહિ, અને તે દેવ પણ હોય નહિ. સમજાણું કાંઈ...?
અહા! ભગવાનને શરીરમાં રોગ થયો ને તેમણે આહાર લીધો એ બધાં કથન ખોટાં છે. અહા ! જે પરમેશ્વર થયા એમને પણ હજી સુધા? અરે ! જેના ભક્તો જે દેવો ને ઇન્દ્રો છે તેમને પણ
જ્યાં ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે ત્યાં તેમને (–ભગવાનને) દિન-દિન પ્રતિ (દરરોજ ) આહાર? એમ હોઈ શકે નહિ. ભાઈ, તીર્થંકરના શરીર તો સદાય સુંદર જ હોય છે, તેમને નોકર્મરૂપ આહાર (શરીરને યોગ્ય રજકણો) સદાય આવ્યા જ કરે છે. પણ આ કવલાહાર તેમને હોય જ નહિ; જેઓ ભગવાનને કવલાહાર માને છે તેઓ ભગવાનને ઓળખતા જ નથી, અને પોતે પૂર્ણ પરમાત્મસ્વરૂપ ચીજ શું છે તેની તેને ખબર નથી. અહા ! જેની અંશ દશામાં પણ પૂર્ણતા છે એવાને જે ક્ષુધા ઠરાવે છે તેને, આખા આત્માની-નિજ પૂર્ણાનંદસ્વરૂપ અંશીની ખબર ને શ્રદ્ધા નથી એમ કહે છે. અહીં તો આ ચોખ્ખી વાત છે.
અહા! શરીરની અવસ્થામાં જઠરની વિશિષ્ટ અવસ્થા થતાં તેના ઉપર લક્ષ જાય ત્યારે મોહનીય કર્મના નિમિત્તે થતું ખાવાની ઇચ્છારૂપ દુઃખ-પીડા તે ક્ષુધા છે, અને તે (-સુધા) વીતરાગ પરમેશ્વરપરમાત્માને તેઓ શરીરવાળા ને વાણીવાળા હોવા છતાં હોતી નથી, હોઈ શકે નહિ. અહા ! જ્યાં મોહનો સર્વથા અભાવ થયો, અને જ્યાં અમૃતના દરિયા સર્વાગ (–સર્વ પ્રદેશ) ઉછળ્યા છે ત્યાં સુધી કેવી? અરે ! સમકિતમાં પણ-કે જ્યાં અમૃતનો એક અંશ અનુભવમાં આવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com