________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
[નિયમસાર પ્રવચન [ ગાથાર્થ- ] તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.” વળી શ્રી વિધાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કે
(માલિની) “ अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात्। इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धैः न हि कृतमुपकारं साधवो विस्मरन्ति।।"
“ [ શ્લોકાર્થ:- ] ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે (અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે ), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આસથી થાય છે, માટે તેમના પ્રસાદને લીધે આમ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે ( અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે ), કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી.
વળી (છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે ) :
(માલિની) शतमखशतपूज्यः प्राज्यसद्वोधराज्यः स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः। पदनतवनमाली भव्यपद्मांशुमाली दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः ।।१३।।
[શ્લોકાર્ચ- ] જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સબોધરૂપી (સમ્યજ્ઞાનરૂપી) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (–આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩.
ગાથા ૬: ટીકા ઉપરનું પ્રવચન: આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.' અહાહા...! ભગવાન કેવળી પરમાત્મા કે જેમની વાણીની રચના આગમરૂપ છે તે કેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com