________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬ ]
૭૧
વસ્તુ અનિષ્ટ લાગવી ) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (-જનસમાજના ) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર ) શરીરને લીધે, સહજ (ઉત્તમ ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રિત છે. (૧૫) ૫૨મ સમરસીભાવની ભાવના રહિત જીવોને (૫૨મ સમતાભાવના અનુભવ રહિત જીવોને ) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે. (૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નાકપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે. (૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. (૧૮) ઇષ્ટના વિયોગમાં વિક્લવભાવ (ગભરાટ ) તે જ ઉદ્વેગ છે.-આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાસ છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે.
[વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા તથા ઉદ્વેગ ક્યાંથી હોય ?
વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતાદેવનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? ન જ થાય; કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુ:ખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્યે અલ્પમાત્ર ( -અવિધમાન જેવું ) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં ક્ષુધાતૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધાતૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી. કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ નોકર્માહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્દગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે
વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ ૫૨મૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી.
વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેવિયોગને મરણ કહેવાતું નથી.
આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.)
એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
66
'सो धम्मो जत्थ दया सोवि तवो विसयणिग्गहो जत्थ । दसअट्ठदोसरहिओ सो देवो णत्थि संदेहो । Please inform us of any errors on rajesh@AtmaDharma.com
,