________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
| [ નિયમસાર પ્રવચન ગાથા – ૬ छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिचू। सेदं खेदं मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो।।६।। ભય, રોષ, રાગ, સુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬,
અન્વયાર્થઃ- [વા ] સુધા, [ ZT] તૃષા, [ભયં] ભય, [ રોષ: ] રોષ (ક્રોધ), [TT: ] રાગ, [ મોદ:] મોહ, [ ચિન્તા ] ચિંતા, [નરા] જરા, [ના] રોગ, [મૃત્યુ:] મૃત્યુ, [ā] સ્વેદ (પરસેવો), [ā] ખેદ, [મ:] મદ, [તિઃ] રતિ, [વિરમયનિદ્ર] વિસ્મય, નિદ્રા, [ નખ્ખોદ્દે] જન્મ અને ઉદ્વેગ (-આ) અઢાર દોષ છે.
ટીકા- આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.
(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેશની કરનારી તે સુધા છે (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારના-અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (–વધારે તીવ્ર ), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુભિય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતૂહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન (-ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (ન્વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (–શરીર) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિ–સનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ
* શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે: (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે
ઋષિ છે; અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષેપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com