________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૫ |
૬૯ સાધ્ય-સાધક છે, પણ નિશ્ચયને વ્યવહાર કરી દે છે એમ સાધ્ય-સાધક નથી.) સમજાણું કાંઈ....?
અહા ! આત્મા મહાપ્રભુ છે; કેમકે સંવર-નિર્જરા-મોક્ષ તેના ગર્ભમાં પડ્યાં છે. બીજે (મોક્ષપાહુડ ગાથા ૧૦૪) આવે છે ને કે-પંચ પરમેષ્ઠી તારા પેટમાં-તારા આત્મામાં છે, અર્થાત પંચપરમેષ્ઠી સ્વરૂપ જ ભગવાન! તું છો. અહા ! આવી સંવર-નિર્જરા ને મોક્ષની દશાનો-સઘળી
| દશાનો સાગર ભગવાન આત્મા છે તેનાં જેને પ્રતીતિ અને અનુભવ થયાં છે એવા સમ્યગ્દષ્ટિને આવા પરમેશ્વરની જ–પૂર્ણ મોક્ષદશા–પરમ સુખની દશા પ્રગટ છે તે પરમેશ્વરની જ શ્રદ્ધા બહારમાં હોય છે. એ સિવાય બીજાનાં શ્રદ્ધા-ભક્તિ તેને હોય નહિ. અહા ! જેને પૂર્ણ દશાની શ્રદ્ધા હોય છે તે સમકિતીને જ નવતત્ત્વની સાચી શ્રદ્ધા હોય છે; અર્થાત્ સાધક જીવને આવાં સંવરનિર્જરા હોય છે અને સાથે આવાં આસવાદિ બાધકભાવ પણ હોય છે એમ બધુંય એની નવતત્ત્વની શ્રદ્ધામાં આવી જાય છે.
અહીં કહે છે-જો તને આ ભગવાનની ભક્તિ નથી તો અરે! “તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા.” જોયું? ભવસમુદ્રના કિનારે નહિ, પરંતુ મધ્યમાં હોં! અહા ! તું પુરણ પરમાત્મસ્વરૂપ છે, પણ તેનું તને ભાન ન હોય તો આવા ભગવાનની પણ તને શ્રદ્ધા નથી, અને તો તું ભવસમુદ્રની મધ્યમાં છો, અને તે પણ (મિથ્યાભાવરૂપ) મગરના મુખમાં છો. મતલબ કે ચોરાસીના અગાધ ભવસમુદ્રમાં ક્યાંય ઊંડે ઊંડે ડૂબી જઈશે. ત્યાં એવા ક્ષુદ્ર ભવ મળે કે જ્યાં મન પણ ન મળે. અનંતકાળે કદાચિત્ મનવાળો થાય તો તિર્યંચના ભવ મળે. અરે ! કેવા કેવા ભવ થાય છે જુઓને! વાઘ, વરૂ, સિંહ, સર્પ, લોંકડી ઇત્યાદિના ભવ! ભાઈ, એમ ક્યાંય ઊંડે ઊંડે ડૂળ્યો હતો કે જ્યાંથી મનુષ્યપણું મળવું મહા દુર્લભ હતું પણ અરેરે ! એને વિચારેય નથી કે હું કોણ છું ને ક્યાં છું? અને
ક્યાં જઈશ ? આ શું થઈ રહ્યું છે? ને આનાં ફળ શું આવશે? વિચારવાનો આ અવસર છે ભાઈ ! હોં. (પછી અવસર નહિ હોય).
અહા! કહે છે-જો દેવ-ગુરુ-ધર્મની વા નવતત્ત્વની શ્રદ્ધાનાંય ઠેકાણાં નથી તો તને આત્માનીય શ્રદ્ધા નથી, અને તો તું ભવસમુદ્રમાં ડૂબેલો ને ડૂબેલો જ છો. અહો ! આ તો કાંઈ કળશ છે!
હા, પણ આ તો માર્ગ કઠણ છે; એના કરતાં ( લોકોની) સેવા કરીએ તો?
કોની સેવા કરે બાપા! ક્યાં ગયો તું ઊંડો? શું કરી શકે એનીય ખબર ન મળે ! હવે એમાંથીબહારની મોટપ-મોટાઈ ને કર્તાપણાના અભિમાનમાંથી નીકળવું બહુ કઠણ પડશે. બહારની આવડતમાંપ્રવચનકર્તાની મોટાઈમાં કાંઈક વખણાઈ ગયો તો ત્યાંથી નીકળવું કઠણ પડશે. બહારની પ્રશંસા, મોટાઈ ને આબરું શું ચીજ છે? એ તો બધું સંસારસમુદ્રમાં ડૂબવાનું જ છે; એ તને કામ નહિ આવે. સમજાય છે કાંઈ...? નિજ સ્વરૂપની ભક્તિ અને જોડે ભવભયને ભેદનારા ભગવાનની ભક્તિ જો નથી તો બીજું કાંઈ તને કામ નહિ આવે. આવી વાત !
-એ પાંચમી ગાથા થઈ. પાંચમી ગાથામાં દોષ-શંકારહિત આસ–દેવ કહ્યા હતા ને? એ દોષો કયા કયા છે એની વ્યાખ્યા હવે (છઠ્ઠી ગાથામાં) કહેશે. અહીં આસ એટલે વાણીવાળા અહંત પરમાત્મા હોં, સિદ્ધની અત્યારે અહીં વાત નથી. અહા! જેનાથી આગમ પ્રવર્તે છે તે ઓમધ્વનિના કરનારા સાક્ષાત્ ભગવાન અહંત સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય તે હવે કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com