________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
| નિયમસાર પ્રવચન શું કીધું આ? એમ કે જો તને વીતરાગ પરમેશ્વરની ભક્તિ-શ્રદ્ધા નથી તો ચોરાસીના અવતાર સમુદ્રની મધ્યમાં રહેલા મગરમચ્છના મુખમાં તું છો; અર્થાત્ તું ક્યાંય ભવસમુદ્રમાં ઊંડે ડૂબવાનો છો.
અહો ! ભગવાન ત્રિલોકીનાથ અહંત પરમાત્મા જેવો પોતે આત્મા છે. તો પોતાની (નિજ આત્માની) જેને ભક્તિ છે તેને આવા (ભવભયને ભેદનારા) ભગવાનની ભક્તિનો વિકલ્પ અવશ્ય હોય છે. તે એમ જણાવે છે કે તેને નિશ્ચય સમકિત છે, અર્થાત ભેદ અભેદને બતાવે છે. અહીં જેને નિશ્ચય સમકિત છે તેની જ વાત છે હોં. બાકી એકલો વ્યવહાર જેને હોય એની અહીં વાત નથી.
અહાહા ! “આ ભગવાન પ્રત્યે.' જુઓ, “આ” ભગવાન લીધું છે. એટલે શું? કે જેમને મોક્ષદશા-કેવલજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ આદિ પર્યાયમાં પ્રગટ છે તે કેવળી સાક્ષાત્ ભગવાન છે, પ્રભુ છે. જો કે તે પર્યાય તો બહિતત્ત્વ છે, છતાં જેને અંતરમાં નિજ શુદ્ધ અંત:તત્ત્વનું ભાન છે તેને આવા બહિતત્ત્વની (દેવતત્ત્વની) શ્રદ્ધાનો વિકલ્પ હોય છે એમ અહીં સિદ્ધ કરવું છે. જેમ બીજો કોઈ જગતનો કર્તા એવો દેવ છે એવી માન્યતા અને એવો વ્યવહાર અને હોતો નથી. તેથી કહ્યું કે જો તને આવા પરમેશ્વરની ભક્તિ નથી તો તું સંસારસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો; તું સંસારસમુદ્રમાં ક્યાંય ખોવાઈ જવાનો છો. સમજાણું કાંઈ...?
“તમે અમારું ભજન કર્યા કરો, ને અમે તમને મોક્ષ આપશું”—એમ કહે તે ભગવાન જ નથી, અને તે માર્ગ પણ નથી. ભગવાન તો એમ કહે છે કે હું જેવો પર્યાયમાં છું તેવું જ તારું અંદર સ્વરૂપ છે; તેથી અંતરષ્ટિ વડે જે તારી ભક્તિ તને પ્રગટી હોય તો તમે અમારા પ્રત્યેની ભક્તિનો વિકલ્પ હોય છે –બસ આટલું જ. (એ ભક્તિથી કલ્યાણ થઈ જાય એમ નહિ).
ભક્તિ બે પ્રકારે છે ને? (૧) નિશ્ચય ભક્તિ ને (૨) વ્યવહાર ભક્તિ. નિશ્ચય ભક્તિ અને કહીએ કે પોતે સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે,–તેની અંતર્મુખ એકતાથી પ્રાપ્ત શ્રદ્ધાન તે નિશ્ચય ભક્તિ અર્થાત્ સમકિત છે; અને તેને નિમિત્તરૂપે બતાવનાર આવા ભગવાનની શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર ભક્તિ છે.
પ્રશ્ન: નિશ્ચય ને વ્યવહાર પરસ્પર સાધ્ય-સાધક છે, પરસ્પર સાપેક્ષ છે-એમ શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે?
સમાધાન: હા, પણ એનો અર્થ શું? કે જ્યાં નિશ્ચય અંતરંગમાં હોય ત્યાં વ્યવહાર આવો હોય જ છે, અને વ્યવહાર આવો હોય ત્યાં નિશ્ચય પણ એવો હોય છે. લ્યો, એમ પરસ્પર સાપેક્ષ છે. એ તો પ્રવચનસારમાં (શ્લોક ૧૨માં) ન આવ્યું કે જેને આવો સાચો વ્યવહાર હોય તેને, તે વ્યવહાર પરથી અનુમાન કરવું કે ત્યાં અંદર આવું નિશ્ચય છે, અર્થાત્ એને આવો નિશ્ચય હોય છે. અને જેને આવો નિશ્ચય-છઠ્ઠી ગુણસ્થાનની વીતરાગી દશા હોય તેને બહારમાં વ્યવહાર પણ આવો જ પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે. ત્યાં “અનુસાર” શબ્દ વાપર્યો છે; અર્થાત વ્યવહાર નિશ્ચયાનુસાર અને નિશ્ચય વ્યવહારાનુસાર હોય છે. મતલબ કે જેને અંતરંગમાં નિશ્ચય હોય તેને બહારમાં એવો વ્યવહાર હોય છે, અને બહારમાં જેને આવો વ્યવહાર હોય છે તેને અંતરંગમાં નિશ્ચય હોય છે. લ્યો, અહીં આ સિદ્ધ કરે છે. ( નિશ્ચય-વ્યવહાર આ રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com