________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૫]
અહા! આવા વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગની વાણી-આગમ અને વીતરાગે કહેલાં સાત તત્ત્વો-તેની વ્યવહાર શ્રદ્ધાનાં પણ જ્યાં ઠેકાણાં નથી ત્યાં તેને નિશ્ચય (ધર્મ) હોઈ શકે નહિ. તેથી આ નિઃસંદેહુ છે કે જેના વ્યવહારમાં ફેર (ફર્ક) છે તેના નિશ્ચયમાં કાંઈ જ માલ નથી, અર્થાત તેને નિશ્ચય હોતો જ નથી. જેને નિજ પૂર્ણ સ્વરૂપનું ભાન છે તેને જ એક-એક સમયના પર્યાયની પૂર્ણતાવાળાની, સંવર-નિર્જરાવાળા સાધક જીવની–ગુરુની, અને પુણ્ય-પાપ-આસ્રવ-બંધમાં રહેલ બાધક જીવની શ્રદ્ધા બરાબર હોય છે.
શ્લોક ૧૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?'
આ શું કીધું? “ભવના ભયને ભેદનારા...' અહા ! ભાષા તો જુઓ! “ભવમ મેજિનિ'એમ પાઠમાં છે ને? અહાહા...! આ ભગવાન ભવના ભયને ભેદનારા છે એમ કહે છે. અરે ! ચોરાસીના અવતારની માથે મોટી ડાંગ છે; અને એવા અવતારના-ભવના ભયને ભેદનારા આ ત્રિલોકનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા છે. આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? મતલબ કે ધર્માત્માને ભક્તિ હોય જ. જો તને ભક્તિ નથી તો તને સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનીય ભક્તિ નથી એમ કહે છે.
વ્યવહાર શ્રદ્ધાની આ વાત છે ને? એટલે અહીંથી ઉપાડયું છે કે “ભવના ભયને ભેદનારા આ ભગવાન.' અહા ! ભવના ભયને ભેદનારા ભગવાન છે એ તો નિમિત્તની મુખ્યતાથી વાત છે, કેમકે ભગવાનની વાણીમાં ભવના અભાવની જ વાત આવે છે. ભગવાન પોતે ભવરહિત થઈ ગયા છે અને તેથી એમની વાણીમાં સહજ જ ભવરહિત થવાની વાત આવે છે. ભવથી લાભ છે, ને (કોઈ) ભવ ભલો છે એવી વાત ભગવાનની વાણીમાં કદીય આવે નહિ. તો આવા ભગવાનની શ્રદ્ધા તને કેમ ન હોય ? હોય જ, હોવી જ જોઈએ-એમ અહીં કહેવું છે. નિશ્ચય શ્રદ્ધા ભગવાન આત્માની છે તો આવા ભગવાનની પણ તને શ્રદ્ધા-ભક્તિ હોવી જોઈએ.
અહાહા...! પૂરણ જ્ઞાનાનંદની લક્ષ્મી અંદર જે શક્તિપણે વિદ્યમાન છે કે જેને પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે તેને ભગવાન કહે છે. પણ અત્યારે તો બહારમાં જે તે (રાગીઓ) પોતાને ભગવાન મનાવે છે. પણ એવા કોઈ ભગવાન નથી, એ તો બધા ભિખારા છે. અહીં તો આત્મવસ્તુનો જે બેહદ-અનંતઅપરિમિત જ્ઞાનાનંદ સ્વભાવ છે તે સ્વભાવના સત્ત્વનું તત્ત્વ જેને પર્યાયમાં પૂરણ પ્રગટ થઈ ગયું છે તે, કહે છે, ભગવાન છે અને એવા ભગવાનની વાણીમાં ભવને ભેદવાની જ વાત આવે છે. અહીં ! ભગવાને પોતે ભવ છેદી દીધો છે, ને તેમની વાણીમાં પણ ભવને છેદવાની જ વાત આવે છે. તેથી ભગવાનની વાણી પણ ભવને છેદનારી છે. અહા ! આવા ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? એટલે કે તને ભક્તિ હોવી જોઈએ.
જો ભક્તિ ન હોય તો? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com