________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
[નિયમસાર પ્રવચન બહિ:તત્ત્વ છે; અને અંત:તત્ત્વ તો એવી અનંત-અનંત પર્યાયોનો પિંડ આખી સામાન્ય એકસદશ ચૈતન્યવસ્તુ છે. અહા ! આવા અંતતત્ત્વ અને આવા બહિતત્ત્વની (એની) ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહે છે. તથા તેય અંતઃતત્ત્વના અનુભવમાં જેને નિશ્ચય સમકિત છે તેને આવું સહુચરપણે વ્યવહાર સમકિત હોય છે.
અહા! સમકિતી ( નિશ્ચયથી તો) પોતાનો-શુદ્ધાત્માનો-ભક્ત છે; અને વ્યવહારે તે અહંતનોતીર્થકરનો ભક્ત હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. અહા ! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અખંડ વસ્તુ છે; તેની નિશ્ચય ભક્તિ એટલે નિશ્ચય સમકિત. આવી નિશ્ચય ભક્તિ જ્યાં છે, આત્મભક્તિ જ્યાં છે ત્યાં તેને વ્યવહાર ભક્તિમાં અહંત પરમેશ્વરની જ ભક્તિ હોય, તેમના જ બહુમાનનો ને ગુણાનુવાદનો વિકલ્પ તેને હોય એમ અહીં સાબિત કરવું છે. સમજાણું કાંઈ....? અહા ! શુદ્ધ અંત:તત્ત્વના આશ્રયે નિર્મળ રત્નત્રયરૂપ નિયમ-મોક્ષમાર્ગ જેને અંતરમાં પ્રગટયો છે તેને બહારમાં આવો જ વ્યવહાર હોય છે; એટલે કે તે આવા અહંતને જ પરમેશ્વર માને. અહંતને તેની પર્યાય પૂર્ણ થઈ છે; અને એવી અનંતી પર્યાયોનો પિંડ એવા નિજ અંત:તત્ત્વનું તેને ( – સમ્યગ્દષ્ટિને) ભાન છે. ભાઈ, આમ અભેદનું જેને ભાન છે તેને ભેદરૂપ તત્ત્વોની શ્રદ્ધા પણ સાચી હોય છે.
અહા ! આસ્રવ, સંવર, નિર્જરા આદિ એ વસ્તુની સ્થિતિ છે. જેમ આત્મા જીવવસ્તુ છે, તેમ બીજી વસ્તુ અજીવ પણ છે. જીવ છે માટે અજીવ છે એમ નહિ, પણ પોતાથી જ બીજી વસ્તુ અજીવ છે. હવે જ્યારે સંસાર છે તો પુણ્ય-પાપના ભાવ પણ છે. એ પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ છે. જેમ આસ્રવ છે તેમ તેનો અભાવ થઈને પ્રગટ થતી શુદ્ધતાના અંશરૂપ સંવર પણ છે. વળી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી નિર્જરા પણ છે. તે શુદ્ધિની પૂર્ણતા થાય છે તેથી મોક્ષ પણ છે. મતલબ કે અશુદ્ધતા અને શુદ્ધતાના આવા પ્રકાર પર્યાયમાં હોય છે. અહા ! વસ્તુ છે તો તેની અશુદ્ધતા (પુણ્યપાપ, આસ્રવ ને બંધ) અને શુદ્ધતા (સંવર, નિર્જરા ને મોક્ષ) હોય છે. ભાઈ, વસ્તુની સ્થિતિ જ આવી છે. તો આવી સ્થિતિવાળાં જે તત્ત્વો છે તેને જેમ છે તેમ શ્રદ્ધ-માને, એટલે કે આસ્રવને અશુદ્ધતારૂપે, સંવરને અંશ શુદ્ધતારૂપે, નિર્જરાને શુદ્ધિની વૃદ્ધિરૂપે ને મોક્ષને પૂર્ણ શુદ્ધતારૂપે જેમ છે તેમ માને-જાણે તે વ્યવહાર સમકિત છે. અહા! (સમ્યગ્દષ્ટિને) વ્યવહાર સમકિતની આવી દશા હોય છે એમ કહે છે. ભારે ગંભીર વાત પ્રભુ!
અહા! જેના આશ્રયે શુદ્ધ-શુદ્ધ પર્યાય પ્રગટે છે એવા પૂર્ણાનંદમય નિજ દ્રવ્યસ્વભાવની જેને અંતરમાં પ્રતીતિ થઈ છે તેને આવા (-પૂર્ણ શુદ્ધ) પ્રગટેલા પર્યાયવાળાની (અતાદિની) શ્રદ્ધા વ્યવહાર બરાબર હોય છે-એમ કહે છે. અહો! અંત:તત્ત્વસ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા નિશ્ચય દેવ છે, તે જ નિશ્ચય ગુરુ છે, ને તે જ નિશ્ચય ધર્મસ્વરૂપ છે. અહા ! આવા આત્માના આશ્રયે-સ્વાશ્રયે જેને અંતરંગમાં સમ્યકત્વ થયું છે તેને, જેને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ છે એવા અહંતાદિ દેવની અર્થાત્ મોક્ષતત્ત્વની, અને સાધકભાવ એવા સંવર-નિર્જરા તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા હોય છે. જુઓ, આમાં દેવ, ગુરુ ને ધર્મ ત્રણેય આવી ગયા. પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની શ્રદ્ધામાં દેવ આવી ગયા, ને સંવર-નિર્જરાની શ્રદ્ધામાં ગુરુ આવ્યા, ને સંવર-નિર્જરા પોતે ધર્મ છે એટલે ધર્મ પણ આવ્યો. ભાઈ, આવું શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં અજ્ઞાન છે, મૂઢતા છે એમ કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com