________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૫ ]
૫
વાત નથી. અહીં તો તત્ત્વોની ભેદરૂપ શ્રદ્ધાની વાત છે, ને એવી ભેદરૂપ શ્રદ્ધાને અહીં વ્યવહાર સમકિત કહ્યું છે. જુઓ, આ ‘નિયમસાર’ ના ‘શુદ્ધભાવઅધિકાર’ માં (૫૦ ગાથામાં ) આવે છે કેઅંત:તત્ત્વ શુદ્ધ આત્મા છે, અને આ બધાં (-પર્યાયો )–એક સમયની પર્યાયથી માંડીને મોક્ષ પર્યંતની બધી પર્યાયો-બહિ:તત્ત્વ છે, કેમકે પર્યાય તો વ્યક્ત-પ્રગટ છે ને? જ્યારે આખો દ્રવ્યસ્વભાવ અંદર (અવ્યક્ત ) છે. ભાઈ, ત્રિકાળી આત્મા એક જ્ઞાયકભાવ પૂર્ણાનંદ ૫૨મસ્વભાવ પ્રભુને અંતઃતત્ત્વ કહ્યો છે, અને બધાં પર્યાયતત્ત્વોને બહિ:તત્ત્વ કહ્યાં છે. મોક્ષની પર્યાયને પણ બહિ:તત્ત્વ કહી, કેમકે તે પ્રગટરૂપ છે ને ? માટે.
અહીં કહે છે–‘તેમનું ' એટલે ‘આસનું ’–પહેલાં આમ કહ્યાં તેમનું, ‘આગમનું-પછી આસની વચનરચના (દિવ્યધ્વનિ) કહી તેનું, ‘અતે તત્ત્વનું સમ્યક્ શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.' એટલે કે નિશ્ચય સમકિતીને સહચર આવો શુભભાવરૂપ વિકલ્પ હોય છે.
પ્રશ્ન: પણ તેને (શુભભાવરૂપ વિકલ્પને ) સમકિત કેમ કહ્યું ?
સમાધાનઃ પૂર્ણાનંદસ્વરૂપ અભેદ અખંડ આત્માનું જ્યાં અનુભવમાં સમ્યક્ શ્રદ્ધાન હોય છે ત્યાં તેની જોડે આવી ભેદરૂપ શ્રદ્ધા હોય છે. તેથી નિશ્ચય શ્રદ્ધાન છે તેનો આમાં આરોપ દઈને તેને વ્યવહાર સતિ કહ્યું છે. ખરેખર તો એ (વ્યવહાર શ્રદ્ધા) શુભરાગ છે; પણ નિશ્ચય સમતિ હોય ત્યાં તેની સાથે આવી જ બહારમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે તેથી ઉપચાર કરીને તેને વ્યવહાર સમક્તિ કહ્યું છે. ‘ એક જ આત્મા છે, ને બહા૨માં બીજું કાંઈ નથી ’–એવી માન્યતા સમકિતીને હોતી નથી-એમ કહેવું છે. સમજાણું sirs...?
પ્રશ્ન: વ્યવહાર સમકિત પણ બરાબર (સાચું ) સમકિત છે ને ?
સમાધાનઃ એમ નથી બાપુ! કેમકે વ્યવહાર સમકિત તો વિકલ્પ છે; પણ નિશ્ચય સમતિની સાથે આવો ભેદ-વિકલ્પ છે એમ બતાવવું છે. અહા! નિમિત્ત (વ્યવહા૨ સમતિ ), નૈમિત્તિક જે નિશ્ચય (સમકિત ) છે તેની પ્રસિદ્ધિ કરે છે કે અહીં આ (નિશ્ચય) છે. અરે ભાઈ, જેને વ્યવહા૨ સમકિતનાંય ઠેકાણાં નથી તેને નિશ્ચય સમકિત હોય નહિ, અને જ્યાં નિશ્ચય સમતિ હોય ત્યાં આવી જ વ્યવહા૨ સમકિતમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ... ?
હવે અત્યારે તો, જુઓને! ચારે કોર ભારે ગોટા ઉઠયા છે. નિશ્ચય શું ને વ્યવહાર શું? વસ્તુ શું ને તેની દશા શું? તથા તેના કહેનારા સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય? અને એમની વાણી કેવી હોય ?–ઇત્યાદિ કાંઈ ખબર ન મળે. (બધું જ આંધળુ-બહેરું કૂટે રાખે;) પણ ભાઈ! વસ્તુના યથાર્થ ભાન વિના તને ધર્મ કેમ થશે ? જ્યાં શ્રદ્ધા ખોટી છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં ધર્મ કેવો? અહીં કહે છેભગવાને કહેલી આ વસ્તુસ્થિતિ છે, ને તેનાથી કાંઈ પણ ઓછું, અધિક કે વિપરીત માનનારા મૂઢ અજ્ઞાની છે. પછી ભલે ને તે અગિયાર અંગના ભણનારા કેમ ન હોય? અને બહારના લૌકિક ભણતરમાં તો આ વાત જ ક્યાં છે?
અહા! આવી તત્ત્વની વાત ભગવાન સર્વજ્ઞ સિવાય બીજે હોય નહિ. અહા! એ સર્વજ્ઞ એટલે ? સર્વજ્ઞ એટલે મોક્ષનો પર્યાય. અહાહા...! જે એક સમયની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોકને યુગપત્ જાણવાની શક્તિનો વિકાસ થયો છે તે સર્વજ્ઞ મોક્ષની પર્યાય છે. એ મોક્ષ પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com