________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૬૪
વાણી છે. આમ આમ ને આમની વાણી બરાબર ઓળખવાં પડશે.
-બે વાત થઈ. (૧) આસ અર્થાત્ સર્વજ્ઞ ૫રમાત્મા ને (૨) આસની વાણી અર્થાત્ આગમ. હવે તત્ત્વોની વાત કહે છે: ‘તત્ત્વો બહિ:તત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા ( બે ) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું (-આસનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક્ શ્રદ્વાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.’
આ શું કીધું ? અહા ! પોતાનું ચિદાનંદમય ૫૨માત્મસ્વરૂપ એ અંત:તત્ત્વ છે, અને તેથી સાથેના અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તથા પુણ્ય-પાપ એ બહિ:તત્ત્વ છે. આ બંનેની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે; કેમકે તેમાં બે આવ્યાં ને? અહા ! એકલા ૫૨માત્મસ્વરૂપ નિજ અંતઃતત્ત્વનો અનુભવ ને તેની શ્રદ્ધા તે નિશ્ચય સમકિત છે. પણ અંતઃતત્ત્વની સાથે ભેગી સાતેય પર્યાયની શ્રદ્ધાને વા આસની શ્રદ્ધા, આગમની શ્રદ્ધા અને આ બે (અંતઃ ને બહિ: ) તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહે છે. અહા! ભગવાન આત્મા જે નિશ્ચય વસ્તુ છે તેનીઅંતઃતત્ત્વરૂપ નિજ ૫૨માત્માની જેને અંત૨માં ભાન થઈને અનુભવમાં પ્રતીતિ થઈ છે એવા જીવને વ્યવહા૨ સમકિતમાં આવા તત્ત્વસંબંધી ને દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. ચૈતન્યમૂર્તિ નિજ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિની સાથે આવો જ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વ્યવહાર (વિકલ્પ ) હોય છે એમ અહીં નિર્દેશ કરે છે. સમજાણું કાંઈ...? અહો! મુનિરાજે શું અલૌકિક ટીકા કરી છે!
કહે છે-તત્ત્વોની (ભેદરૂપ ) સમ્યક્શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે.
પણ તત્ત્વો કેવાં છે? કેટલાં છે?
અંત:તત્ત્વરૂપ પોતે અને બહિ:તત્ત્વરૂપ સાત-એમ તત્ત્વો બે ભેદવાળાં છે; અને આ તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારસમ્યક્ત્વ કહે છે. ‘ અથવા ' શબ્દથી આગળ એમ કહેવું છે કે આ બે (અંતઃતત્ત્વ અને બહિ:તત્ત્વ) ની શ્રદ્ધા અથવા તો જીવ-અજીવ આદિ સાત તત્ત્વની શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે. અહા! જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-આ જે સાત તત્ત્વો છે તેમની શ્રદ્ધા એ વ્યવહારસમ્યક્ત્વ છે. પુણ્ય-પાપ એ આસવમાં ગર્ભિતપણે આવી જાય છે. આવી વાત છે.
પ્રશ્ન: અહીં (સાત તત્ત્વોમાં) જીવ ક્યો લેવો?
સમાધાન: એક સમયની પર્યાયવાળો લેવો; કેમકે એ બધા ભેદ છે ને ? બીજી રીતે કહીએ તો જીવ એટલે આખો આત્મા (જીવદ્રવ્ય) લેવો. અહા ! એ બધાં-એક સમયની પર્યાયવાળો જીવ અને અજીવ આદિ બધાં તત્ત્વો સાત પ્રકારનાં અને તેમની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે.
સમજાણું કાઈ... ?
અંતઃતત્ત્વ અને બહિ:તત્ત્વ-એમ બે કહ્યાં તે સામાન્ય કહ્યું અને આ (‘અથવા ' કહીને ) તેનો વિસ્તાર કહ્યો છે. આવી વાત!
પણ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં નવ તત્ત્વની શ્રદ્ધાને નિશ્ચય સમક્તિ કહ્યું છે?
હા, ત્યાં તો તત્ત્વોમાં એકરૂપ અભેદ (અંતઃતત્ત્વ) ની અભેદરૂપ શ્રદ્ધાની વાત છે. અહીં એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com