________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૫] ભગવાન આસને શંકા હોતી નથી. શંકા એટલે શું? કે મિથ્યાત્વ-રાગદ્વેષ આદિ બધા દોષોને અહીં શંકા કહેવામાં આવી છે. અહા ! એ રાગ-દ્વેષ-મોહ આદિ સઘળા દોષો જેનામાં નથી એવા સકળગુણમય પુરુષ તે ભગવાન આત છે. આ પ્રમાણે આમ અર્થાત્ દેવ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય તેની વ્યાખ્યા કરી.
હવે આગમ-શાસ્ત્ર કોને કહીએ તે કહે છે:
આગમ એટલે આતના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના.”
અહાહા...આમ નામ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જે સકળ દોષરહિત કહ્યા છે. તે દોષોનાં નામ હવે પછી (છઠ્ઠી ગાથામાં) આવશે. અહા ! એ આતના મુખારવિંદમાંથી–મુખરૂપી અરવિંદ (-કમળ) માંથી નીકળેલી, અહા! ભાષા તો આવી કરી છે કે “મુખારવિંદમાંથી નીકળેલી '... કેમ? કેમકે મુખમાંથી બોલાય છે ને? નહીંતર એમ તો ભગવાનની વાણી ૐધ્વનિ હોય છે, તે કાંઈ હોઠમાંથી નીકળતી નથી. હોઠ તો બંધ હોય છે. અહા ! ભગવાનને અસંખ્ય પ્રદેશે કેવળજ્ઞાન પ્રવર્તે છે તેથી સર્વાગ આખી-અખંડ ધ્વનિ ઊઠે છે, “3ૐ”—એવો ધ્વનિ ઊઠે છે. અહા ! જે પરમ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા હોય છે તેમને આવી ( દિવ્ય) ધ્વનિ હોય છે. પણ વ્યવહારે લોકોની શૈલીમાં એમ આવે ને કે મુખકમળમાંથી બોલાય છે, તેથી અહીં આ શબ્દ મૂક્યો છે કે-“આતના મુખારવિંદમાંથી નીકળેલી” .
શુ ?
વાણી, આગમ. કેવી છે તે વાણી? તો કહે છે –
સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ છે.
અહાહા...! જગતમાં વસ્તુનો જે સ્વભાવ છે તેને, એટલે કે અનંત આત્માઓ, અનંતાનંત પુદ્ગલો વગેરે છ દ્રવ્યો છે તે પ્રત્યેક-એમ અનંત અનંત વસ્તુઓના ગુણ ને પર્યાયોનો જે વિસ્તાર છે તેનું સ્થાપન કરવામાં સમર્થ છે. અહા ! આ ચીજ આવી છે એમ યથાતથ્ય સ્થાપન કરવામાં ભગવાનની વાણી સમર્થ છે. અહો! ભગવાનની વાણી આવી કોઈ અલૌકિક ચતુર વચનરચના હોય છે. ભાઈ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ વસ્તુના સ્વરૂપને યથાતથ્ય નિશ્ચિત કરનારી પરમ હિતકારી ને સાતિશય એવી અદભુત અલૌકિક હોય છે. અહા ! ભગવાનની દિવ્યધ્વનિની શી વાત! જેનાં પરમ ભાગ્ય હોય તેના કાને પડે.
ઈશ્વર કહો કે પરમેશ્વર કહો એક જ છે. સ્વરૂપથી તો જીવ પરમેશ્વરસ્વરૂપ જ છે. પણ જેને તે પરમેશ્વરતા પર્યાયમાં-અવસ્થામાં પ્રગટ થઈ છે તેમની જે દિવ્યધ્વનિ નામ પ્રધાન વચનો છે તે સાતિશય ચતુર વચનરચના છે; અને તેને આગમ કહેવામાં આવે છે. આ આગમની-ભગવાનના મુખકમળમાંથી નીકળેલી વાણીની-શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે. તો, અહંત પરમાત્મા કોણ છે? તેમની વાણી ક્યાં છે?— એ નક્કી કરવું પડશે કે નહીં? કોઈએ ભગવાનના નામે પોતાની કલ્પનાથી કલ્પિત શાસ્ત્રો રચ્યાં હોય તો તે કાંઈ ભગવાનની વાણી નથી. તેથી અહીં કહે છે કે સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ અર્થાત્ વસ્તુ ને વસ્તુવ્યવસ્થા આમ જ છે એમ યથાતથ્ય કહેવામાં સમર્થ એવી જે ચતુર વચનરચના છે. તે ભગવાન આતની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com