________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
m
[ નિયમસાર પ્રવચન ગાથા – ૫ अत्तागमतचाणं सद्दहणादो हवेइ सम्मत्तं। ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो।।५।। રે! આસ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આસ છે. ૫. અન્વયાર્થ- [ગાતા મતત્ત્વોનાં] આપ્ત, આગમ અને તત્ત્વોની [ શ્રદ્ધાના] શ્રદ્ધાથી [સચવત્ત્વમ્ ] સમ્યકત્વ [મવતિ] હોય છે; [પતાશેષોષ:] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે [સવનગુણાત્મા ] સકળગુણમય પુરુષ [: ભવેત્] તે આપ્ત છે.
ટીકાઃ- આ, વ્યવહારસમ્યકત્વના સ્વરૂપનું કથન છે.
આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના, તત્ત્વો બહિ:તત્ત્વ અને અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું (-આપ્તનું, આગમનું અને તત્ત્વનું ) સમ્યક શ્રદ્ધાન તે વ્યવહારસમ્યકત્વ છે.
[ હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે: ] .
(માર્યા)
भवभयभेदिनि भगवति भवतः किं भक्तिरत्र न शमस्ति।
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि ।।१२।। [શ્લોકાર્ચ- ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.
ગાથા પ: ટીકા ઉપરનું પ્રવચન: જુઓ, આ, પરમાગમ શ્રી નિયમસારનો જીવ અધિકાર છે. તેમાં ચાર ગાથા પૂરી થઈ; હવે પાંચમી ગાથા. આમાં શું કહે છે? કે
આ, વ્યવહારસમ્યકત્વના સ્વરૂપનું કથન છે.'
અહા! જેને નિશ્ચય સમ્યગ્દર્શન અર્થાત્ સ્વભાવના દષ્ટિ-જ્ઞાન ને રમણતા હોય તેને આવું વ્યવહાર સમકિત હોય છે એમ અહીં સિદ્ધ કરે છે. એ વ્યવહાર સમકિતનું ગાથામાં સ્વરૂપ કહેવામાં આવ્યું છે. કહે
આત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).” જુઓ, પોતાના હિતને માટે માનવાલાયક દેવ અર્થાત્ આસ-પરમેશ્વર શંકારહિત હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com