________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
८८
[નિયમસાર પ્રવચન
‘વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ પ૨મૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી.’
અહા! આ હીરા મૂકવાના ડાબલા જુદી જાતના હોય છે, એ કાંઈ કોથળામાં ન રહે. એમ જ્યાં અનંતચતુષ્ટયમય ૫૨માત્મદશા પ્રગટ થાય ત્યાં એનો ડાબલો-શ૨ી૨ જુદી જાતનું થઈ જાય છે, અર્થાત્ ભગવાનને પરમૌદારિક શરીર હોય છે. માટે ભગવાનને જરા-શરીરની જીર્ણતા નથી, રોગ નથી ને પરસેવો પણ નથી.
હવે છેલ્લા બે બોલઃ ‘વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેહવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેવિયોગને મરણ કહેવાતું નથી.'
પુણ્યને પાપના ભાવ હોય તો એને જનમવું ને મરવું પડે. પણ પુણ્ય-પાપના ભાવ તો ભગવાનને નાશ પામી ગયા છે. માટે તેમને હવે જન્મ હોતો નથી; અને દેહવિયોગ પછી જન્મ નથી તો તેને મરણ કહેવાતું નથી તેથી મરણ પણ નથી. લ્યો, એમ અઢાર બોલ થઈ ગયા.
‘આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.’
‘એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
66
(ગાથાર્થ ) :- તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.
""
શું કહે છે? ‘તે ધર્મ છે જ્યાં દયા છે; ' આ દયા એટલે? ભગવાન આત્માની દશામાં રાગનીવિકલ્પની ઉત્પત્તિ ન થાય એવી જે અહિંસા તે દયા છે, અને તે ધર્મ છે. અહા! ધર્મ એને કહીએ જ્યાં રાગની ઉત્પત્તિ નથી. રાગની ઉત્પત્તિ તે હિંસા છે, અધર્મ છે. ‘અહિંસા ૫૨મો ધર્મ:’ કહે છે ને ? તે આ કે-ભગવાન આત્માના આશ્રયે વીતરાગદશાની ઉત્પત્તિ થાય તે અહિંસા છે, દયા છે, ધર્મ છે.
અહા! પોતાની દયા તે દયા છે. પોતાના આત્માને રાગ રહિત કરવો એનું નામ દયા છે. બાકી પરની દયા તો કોણ પાળી શકે? અહા! વહાલામાં વહાલી સ્ત્રી-અર્ધાંગનાને રોગ થાય તો તેને બચાવવા લાખો રૂપિયા ખર્ચી નાખે, છતાં તે મરી જાય છે. સ્ત્રીને રાખવાના-રક્ષવાના ભાવ છે; પણ રાખી શકે નહિ. પરની દયા પાળું એમ વિકલ્પ ઊઠે, પણ તેને બચાવી શકે નહિ. આ તો રક્ષાનો વિકલ્પ ઊઠે ને બચી જાય તો એની દયા પાળી એમ કહેવાય, બાકી ૫૨ની દયા કોણ પાળી શકે? જો બચાવી શકતો હોય તો વહાલી સ્ત્રીને મરવા શું કામ દે?
વળી સંસારની વિચિત્રતા તો જુઓ! પત્ની મરી જાય તો બહાર તો ન કહે, પણ અંદર વિકલ્પ આવે કે હવે હું ૫૦ વર્ષે એકલો રહી ગયો. આના કરતાં તો દસ વર્ષ પહેલાં મરી ગઈ હોત તો બીજી તો થાત. જુઓ આ પત્ની માટેનું વહાલ ને જુઓ એની ભાવના! અલ્યા, પત્ની મારી વહાલી છે એમ કહેતો ’ તો ને? ધૂળેય તારી નથી સાંભળને! બાપુ! આ સગાં-સંબંધી બધાં સ્વાર્થનાં પૂતળાં છે; અર્થાત્ કોઈ કોઈનું સંબંધી છે જ નહિ. મારાં સગા, મારાં સગાં-એમ કહે, પણ ધૂળેય તારાં નથી. સમજાય છે sis...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com