________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯
ગાથા-૬]
અહીં કહે છે–પોતાની દયા-સ્વદયા તે દયા છે, બાકી પરની દયાનો ભાવ આવે પણ પરને કોઈ બચાવી શકતું નથી. વળી, પરની દયાનો ભાવ તે રાગ છે ને તેથી તે ખરેખર તો (પોતાની) હિંસા છે. અહા! આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનું લક્ષ કરી અંદર અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ કરવી તેનું નામ દયા છે ને તે ધર્મ છે.
તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે.' અહા! જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ અટકી ગયું હોય તેને તપ કહીએ. પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે શુભ કે અશુભ બધા હોં. લૌકિક સાંભળવું કે ભગવાનની વાણી સાંભળવી એ બધો ઇન્દ્રિયનો વિષય છે; અને તેનો નિગ્રહું કરી અર્થાત્ પાંચેય ઇન્દ્રિયના વિષય તરફના વલણથી થતા શુભાશુભભાવને રોકી અતીન્દ્રિય નિજ આત્મસ્વરૂપમાં એકાકાર થવું તેનું નામ તપ છે. લ્યો, આ તપ. બાકી અજ્ઞાની તો રોટલા ન ખાય ને લાંઘણ કરે, ને માને કે ઉપવાસ થયા. પણ એમાં તો જો રાગ મંદ હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બંધાય. બાકી ઉપવાસ કે તપ એ નથી. ગજબ વાતુ, બાપા! અહા ! તારા મારગડા જુદા છે નાથ ! અહા! જેનાથી અનંત સંસારના દુ:ખનો અંત આવે, ને અનંતકાળ અનંત આનંદમાં રહે તે ભાવ (માર્ગ) તો અલૌકિક જ હોય ને?
પણ અરે! એને કાંઈ વિચાર જ નથી. મારું શું થશે? હું ક્યાં છું? ને ક્યાં જઈશ?-કાંઈ વિચાર જ નથી, એને કાંઈ પડી જ નથી. શ્રીમદ્ભાં આવે છે ને કે
“હું કોણ છું, ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા? અહાહા...! આ વળગણા શું છે? તારે કોઈ સંબંધ નથી. ભગવાન ! તારે ને એને શેઢે ને સીમાડ કોઈ સંબંધ નથી અહાહા...! હું તો મારા પ્રયોજનનો (અતીન્દ્રિય આનંદનો) સાધનારો છું એમ વિચારી જે પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માના આશ્રયે પ્રવર્તે છે, વિષયથી વિરમે છે ને સ્વમાં રમે છે તેને તપ છે. આનું નામ તપ છે.
“રૂછ નિરોધ: તપ:' એમ વ્યાખ્યા છે ને? અાહા...! પાંચ ઇન્દ્રિય તરફના વલણની ઈચ્છા જ્યાં રોકાઈ ગઈ છે, ને સ્વસ્વરૂપ એવા નિજ આનંદસ્વરૂપમાં રમતાં જ્યાં અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થઈ છે ત્યાં તપ છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે-ભોગવટો થાય તેને તપ કહેવામાં આવે છે.
હવે કહે છે-“તે દેવ છે જે અઢાર દોષ રહિત છે.” વાત તો આ સિદ્ધ કરવી છે. અહા ! દેવ એને કહીએ જેને અઢાર દોષ હોતા નથી. “આ બાબતમાં સંશય નથી”—આમાં ક્યાંય સંદેહને સ્થાન નથી.
વળી શ્રી વિદ્યાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કે:-'
શ્લોકવાર્તિક કે જેમાં તત્ત્વાર્થસૂત્રની ટીકા છે તેનો આ શ્લોક છે. તેના રચયિતા શ્રી વિધાનંદસ્વામી છે. તે શ્લોકને અહીં શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાની વાતના આધાર માટે મૂકે છે.
અહા ! વિધાનંદસ્વામી પહેલાં તો બ્રાહ્મણ હતા. એક વાર એક નગ્ન મુનિવર-સંત શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા હતા ત્યાં એ વાત એમના કાને પડી ગઈ. તેમને મન થયું કે-અહો ! આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com