________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
CO
[નિયમસાર પ્રવચન તો અલૌકિક વાત ! પછી ગયા અંદર. જોયું તો, અહો ! આવા મુનિવર! અને પોતે સાધુ થઈ ગયા. હતા ગૃહસ્થ બ્રાહ્મણ ને થયા દિગંબર મુનિ, મહા સમર્થ મુનિરાજ. તેમણે સંસ્કૃતમાં મોટું શ્લોકવાર્તિક રચ્યું. તેમાં આ કળશ છે.
શું કહે છે? કે “ઈષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે.” ઇષ્ટ એટલે મોક્ષમાર્ગ, ને તેનું ફળ એટલે મુક્તિ. અહાહા....! આત્મા સર્વ દુઃખથી મુક્ત થઈને પૂર્ણાનંદને પામે તેનું નામ મુક્તિ છે. અહા ! આ ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય અર્થાત્ મુક્તિનો ઉપાય, કહે છે, સુબોધ છે, સમ્યજ્ઞાન છે. અહીં મુક્તિનો ઉપાય જ્ઞાન છે એમ કહ્યું.
તો દર્શન ( સમ્યગ્દર્શન) ક્યાં ગયું?
તેમાં જ્ઞાનમાં ભેગું આવી ગયું; કેમકે બેય સાથે જ હોય છે ને? પણ જ્ઞાનની પ્રધાનતાથી અહીં સુબોધ-સમ્યજ્ઞાનને મુક્તિનો ઉપાય કહ્યો છે. અહા! શુદ્ધનય અનુસાર “આ ચીજ છે'—એમ શુદ્ધાત્માનું ભાન થતાં, એની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. માટે છે તો બંને (જ્ઞાન ને દર્શન) સાથે જ. અહીં જ્ઞાનની મુખ્યતા વડે સુબોધને કારણ કહ્યું છે.
અહા! કહે છે-મુક્તિનો ઉપાય સુબોધ-સમ્યજ્ઞાન છે. અહાહા....! આત્માને પરમાનંદની-પરમસુખની પ્રાણિરૂપ પરમપદનો-મુક્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે. અર્થાત્ વિના સમ્યજ્ઞાન મુક્તિ હોતી નથી.
અહા ! આવું સમ્યજ્ઞાન કેમ થાય ? તો કહે છેસુબોધ સુશાસ્ત્રથી થાય છે.' લ્યો, આવું સમ્યજ્ઞાન, કહે છે, સુશાસ્ત્રથી થાય છે. સુશાસ્ત્ર કહ્યું છે હો. (કુશાસ્ત્ર નહિ). પણ આપ એક કોર તો એમ કહો છો કે શાસ્ત્રથી જ્ઞાન થાય નહિ ?
અરે ભાઈ, અહીં શું અપેક્ષા છે તે સમજવી જોઈએ. અહીં આ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે છે. દેવને માનવા છે ને? તો, એ (-સુશાસ્ત્ર ) નિમિત્ત છે, ને તેની અહીં પ્રસિદ્ધિ (હાજરી) સિદ્ધ કરે છે. એમ કે નિમિત્ત એ જ હોય, પણ બીજું (-કુશાસ્ત્ર ) નિમિત્ત હોય નહિ. અહા ! વ્યવહાર સિદ્ધ કરવો છે, અરિહંત દેવ સિદ્ધ કરવા છે, દેવનો ઉપચાર સિદ્ધ કરવો છે (અર્થાત્ વ્યવહારે દેવ કેવા હોય તે બતાવવું છે ) તો તેમાં શું હોય ? આ તો નિમિત્તની ભાષા બાપુ! જુઓ, હવે શું કહે છે? કે
સુશાસ્ત્રની ઉત્પત્તિ આસથી થાય છે.”
સાચાં શાસ્ત્રની ઉત્પત્તિ સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરથી થાય છે એમ કહે છે. આમ એટલે હિતને માટે માનવાલાયક. અહા! આવા જે આત-સર્વજ્ઞ પરમાત્મા છે તેમનાથી શાસ્ત્રની ઉત્પત્તિ થાય છે.
જુઓ, શાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનથી થાય છે એમ કહે છે. અહા! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવો છે ને? એટલે સુશાસ્ત્રો સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં છે એમ કહે છે. અહા ! પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને “ૐ' એવો ઓમકાર ધ્વનિ સર્વાગ ઊઠે છે. તેઓ આમ (ખંડ ખંડરૂપે) ન બોલે. તો, આવા સર્વજ્ઞ પરમાત્માથી સુશાસ્ત્રની ઉત્પત્તિ થાય છે. તેથી કહે છેમાટે તેમના પ્રસાદને લીધે આસ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે. “શ્રીમમાં આવે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com