________________
ગાથા-દ :]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
કરુણા હમ પાવત હૈ તુમકી, વહુ બાત રહી સુગુરુગમકી.”
અહા ! ભગવાનને કહે છે-પ્રભુ! આપની કરુણાથી અમે આ પામીએ છીએ. આ નિમિત્તથી થન છે હોં. તેમ અહીં પણ કહે છે− માટે તેમના પ્રસાદને લીધે ' મતલબ મુક્તિમાર્ગ ને મુક્તિ આસ પુરુષના પ્રસાદનું ફળ છે. અને તેથી જ આસ પુરુષ-અઢાર દોષ રહિત અરિહંત પરમાત્મા બુધજનો વડે પૂજવાયોગ્ય છે. ‘ બુધજનો વડે' કેમ કહ્યું ? કેમકે મૂઢજનોને એનું ભાન હોતું નથી.
૯૧
...
અહા! આમ પુરુષ, હિતને માટે માનવાલાયક એવા સર્વજ્ઞ પરમેશ્વર કે જેમને આત્માની રિદ્ધિ, સિદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે તે જિનવાણી-સુશાસ્ત્રનું નિમિત્ત છે, અને સુશાસ્ત્ર સમ્યગ્નાનમાં નિમિત્ત થાય છે, અને તે જ્ઞાનથી મુક્તિ થાય છે. અહા! આવો વ્યવહાર છે ને? તો એ વ્યવહાર છે એટલું અહીં સિદ્ધ કરે છે, કેમકે એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે.
અહા ! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેની પૂર્ણ જ્ઞાન ને આનંદની દશાની પ્રાપ્તિ થવી તે ઇષ્ટફળ-મુક્તિ છે; ને આ ઇષ્ટફળ-મુક્તિ જ્ઞાનથી-સમ્યજ્ઞાનથી થાય છે, અર્થાત્ જ્ઞાન મુક્તિનું કારણ છે.
એકલા જ્ઞાનને મુક્તિનું કારણ કહ્યું તો દર્શન, ચારિત્ર ને તપ ક્યાં ગયાં ?
હવે સાંભળને, પ્રભુ! એ બધાં એમાં આવી ગયાં. પોતાના આત્માનું જે જ્ઞાન છે તે આત્મજ્ઞાનમાં દર્શન, ચારિત્ર અને ઇચ્છાના નિરોધરૂપ તપ આદિ બધાં આવી જાય છે; કેમકે તે બધી જ્ઞાનની દશાઓ છે, એ કાંઈ રાગની દશા નથી.
અહા ! આવું સમ્યગ્નાન-સુબોધ સુશાસ્ત્રથી ( ભગવાનની વાણીથી) થાય છે, ને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનથી થાય છે. માટે, કહે છે, તેમના પ્રસાદને લીધે આસ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે. ‘અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી...' જોયું? અહીં મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ કહ્યું.
એમ કેમ કહ્યું ?
ભાઈ! પોતે સમ્યગ્દર્શન-જ્ઞાન પામે છે તો તેમાં નિમિત્ત કોણ છે? કે સુશાસ્ત્ર; અને સુશાસ્ત્રમાં નિમિત્ત કોણ છે? કે સર્વજ્ઞ. લ્યો, આ સિદ્ધ કરવું છે. ભારે વાત ભાઈ! અહા! કહે છે-વાણીથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાન ઉત્પન્ન થવામાં જો કોઈ વાણી નિમિત્ત હોય તો તે ભગવાનની જ હોય છે એમ કહેવું છે. અને તે વાણી ભગવાનથી ઉત્પન્ન થાય છે.
તો શું ભગવાન વાણીના કર્તા છે? ભગવાન છે માટે વાણી નીકળે છે?
ના; પણ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધની વાત છે, એટલે આમ કહ્યું છે; બાકી વાણી તો વાણીના કારણે નીકળે છે. વાણીની પર્યાય તો વાણીથી જ છે. (તેમાં ભગવાનનું કાંઈ કર્તવ્ય નથી.) પણ એવી ( ઓમધ્વનિ ) વાણીમાં સર્વજ્ઞદેવ જ નિમિત્ત હોય છે, ને સમ્યજ્ઞાન પામનારને એવી વાણી જ નિમિત્ત હોય છે એમ વાત છે.
સંવર અધિકારમાં (ગાથા ૧૯૦-૧૯૨ ) આવે છે કે-અધ્યવસાન આસ્રવનું કારણ છે, આસ્રવ કર્મનું કારણ છે, ને કર્મ નોકર્મનું કારણ છે.-એમ આવે છે ને? લ્યો, કર્મને લઈને શરીર મળે છે એમ કહે છે. પણ શું થાય ? નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવો છે તો શું કહે ? ( એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com