________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૯૨
તો નિમિત્ત૫૨ક ભાષા જ એવી હોય છે.) તો ઊંધામાં (વિપરીતમાં ) એમ છે તો સવળામાં પણ આ
છે.
અહીં કહે છે–‘મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે.' મતલબ કે જેને આત્માનાં ભાન થયાં છે તે ધર્મી પુરુષ ભગવાન સર્વજ્ઞદેવને પૂજવાલાયક માને છે. આવો વ્યવહાર છે.
જ્યારે બીજી બાજુ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ માં (ભાગ-૩, બોલ ૨૮૫ ) એમ આવ્યું છે કે-ભગવાનની વાણી સાંભળવાનું કેટલાકને વ્યસન થઈ ગયું છે. વળી કહ્યું કે તે સાંભળવું તે નુકસાન છે. આમ શા માટે કહ્યું ? કારણ કે તે વિકલ્પ છે તેમજ તે વિકલ્પ વખતે પરલક્ષી જ્ઞાન થાય છે જે આત્માને હિતનું કારણ નથી. આ નિશ્ચય-૫૨માર્થની વાત છે, જ્યારે અહીં નિમિત્ત બતાવતાં વ્યવહારની વાત કહી.
એકાંતમાં બેસી વિચારણા કરવી-એમ પણ તેમાં આવે છે ને ?
વિચારણા એટલે એકાગ્રતા; ને એકાંતમાં બેસવું એટલે રાગથી ખસી અંદરમાં બેસવું એમ તેનો અર્થ છે. આ જ એકાંત છે, બીજું વળી એકાંત કેવું ? અરે! લોકો કઈ અપેક્ષાએ કથન છે તે જાણે નહિ ને વિરોધ કરે; પણ એમ ન થાય બાપા! જ્યાં જેમ છે ત્યાં તેને તેમ સમજવું જોઈએ.
“ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.”
-શ્રીમદ્દ રાજચન્દ્ર (આત્મસિદ્ધિ ).
જુઓ, મરતી વખતે શરીરમાં શૂળ ચડે, આંતરડાં ખેંચાય, ને શ્વાસ ધમણની જેમ ચાલે તોય જ્ઞાની તો આત્મામાં જ રહે છે. આ તે કાંઈ સાધારણ વાત છે? જ્યારે અજ્ઞાની તો મરતી વેળા ‘હાય રે હાય’ પોકારે. ગમે તેટલા પૈસા હોય તોય શું કામ આવે? પૈસાના ઢગલા કરને સામે, અને માગ કે મેં કમાવામાં ઘણો શ્રમ વેઠયો, હવે તો તું શરણ દે? શું તે શરણ દે? કાંઈ કામ ન આવે બાપુ! પણ અરે! શું મોહની જંજાળ !
માણસને બે પગ હોય છે. સ્ત્રી આવે એટલે ચાર પગવાળો થયો-ઢોર થયો. ઢોરને ચાર પગ હોય ને? પછી તેને છોકરો થયો એટલે છ પગવાળો થયો-ભમરો થયો. મારો છોકરો, મારો છોકરો એમ ગુંજ્યા કરે. પછી તે છોકરાની સ્ત્રી આવે એટલે આઠ પગવાળો થયો-કરોળિયો થયો, ને મોંમાંથી લાળ કાઢીને ગુંચાઈને મરી જાય છે. જુઓ, આ જંજાળ! મારે સ્ત્રીનું કામ કરવું છે, છોકરાનું કામ કરવું છે ને તેની સ્ત્રીનું કામ કરવું છે.–આમ મોટી લાંબી લંગાર ચાલે છે. પણ બાપા! તારું કામ કરવાનું છે એ તો જો ? અરે! બહારનું કામ પોતાનું માનીને એ મરી ગયો છે! માનીને મરી ગયો છે હોં, કરીને નહિ; કેમકે પરનાં કામ તો કરે છે કે દિ' ? (પરનાં કામ કોઈ કરી શકતું જ નથી ).
અહીં કહે છે-મુક્તિ સર્વજ્ઞની કૃપાનું ફળ છે. એ તો શ્રી કુંદકુંદાચાર્યદેવે (સમયસાર, ગાથા પાંચમાં ) કહ્યું ને? કે અમારા ગુરુએ અનુગ્રહ કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે. અહાહા...! ભગવાન! તું શુદ્ધ છો, બુદ્ધ છો, રાગરહિત છો, પ્રભુ છો એમ અમને દેવ-ગુરુએ કૃપા કરીને અમારા નિધાનરૂપ શુદ્ધાત્મા બતાવ્યો છે, અને એમની કૃપાના ફળરૂપે અમને અમારો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com