________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-દ ]
નિજ વૈભવ પ્રગટયો છે. એમ કીધું છે કે નહિ ? ( કીધું છે.)
પણ નિજ દ્રવ્યને આશ્રયે વૈભવ પ્રગટયો છે ને પ્રભુ ?
(હા, એ ૫રમાર્થ છે). પણ ભાઈ, આમાં આ બધો વ્યવહાર બતાવ્યો છે દ્રવ્યને આશ્રયે વૈભવ પ્રગટયો તેમાં બહાર આવા જ નિમિત્ત હોય છે એમ સિદ્ધ કરવા નિમિત્તથી એમ કહેવામાં આવ્યું છે. બીજું શું કહેવાય ? અહા! અમારા છદ્મસ્થ ગુરુ પણ અંતર્મુખ લીન હતા, અંત:નિમગ્ન હતા, અને એ ગુરુએ કૃપા કરીને અમને શુદ્ધ-આત્મા આપ્યો–બતાવ્યો.
પ્રશ્ન: બસ, શુદ્ધાત્મા જ આપ્યો-બતાવ્યો ?
સમાધાનઃ બીજું ઘણું બધું કહ્યું છે તેનો સાર આ કહેવો છે કે ભગવાન! તું શુદ્ધાત્મા છો, તેને પકડ ને ત્યાં લીન થા. આવી સૂક્ષ્મ વાત !
૯૩
અહાહા...! કહે છે-મુક્તિ સર્વદેવની કૃપાનું ફળ હોવાથી ભગવાન સર્વદેવ જ્ઞાનીઓ વડે પૂજવાયોગ્ય છે. કેમ ? કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો ) ભૂલતા નથી ?' જુઓ, ઉપકારની-અનુગ્રહની વાત આવી છે કે સજ્જન પુરુષો જેનાથી ઉપકાર થયો છે તેનો ઉપકાર ભૂલતા નથી. આમ કહીને દેવનું બહુમાન કર્યું છે. અહો ! ભગવાન આસ-સર્વજ્ઞદેવ આવા જ હોય છે અને એ જ અમારા જ્ઞાનમાં નિમિત્ત છે, અર્થાત્ એમની જે દિવ્યવાણી છે તે વાણી જ જ્ઞાનમાં નિમિત્ત હોય છે, પણ અજ્ઞાનીની વાણી નિમિત્ત હોતી નથી. આમ ભગવાનની ઓનિનું નિમિત્તપણું સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...?
આ નિયમસારનો જીવ અધિકાર છે. તેમાં આ આત્માના હિત માટે માનવાલાયક ભગવાન આસદેવ કેવા હોય તેનું આ વર્ણન છે. ધર્મી જીવ આવા દેવને વ્યવહારે દેવ માને છે. તો, જે જ્ઞાનથી મુક્તિ મળે તે જ્ઞાન જેના વચનથી થાય છે એવા આમ પુરુષને જ્ઞાનીજનો દેવ તરીકે સ્વીકારે છે, તેમને વંદન કરે છે, ને તેમનું પૂજન કરે છે.
હવે, મુનિ પોતે બ્રહ્મચારી છે એટલે તીર્થંકરોમાંથી ભગવાન નેમિનાથને યાદ કરીને વંદન કરે છેઃશ્લોક ૧૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
ચોવીસ તીર્થંકરોમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન થયા છે. તેઓ બાળબ્રહ્મચારી હતા. તેમને અહીં યાદ કરીને કહે છે-પ્રભુ! આપ સો ઇન્દ્રોથી પૂજ્ય છો. છે ને કળશમાં ? કે
જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે...' જુઓ, મનુષ્યનો ઇન્દ્ર ચક્રવર્તી, તિર્યંચનો ઇન્દ્ર સિંહ અને બીજા ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષી અને કલ્પવાસી-એમ મળીને સો ઇન્દ્રો છે, અને તેમનાથી ભગવાન નેમિનાથ પૂજ્ય છે.
વળી કહે છે–જેમનું સબોધરૂપી રાજ્ય વિશાળ છે.' અહાહા...! ભગવાનનું સમ્યજ્ઞાનરૂપી રાજ્ય વિશાળ છે. કેવું ? કે એવું રાજ્ય કોઈને હોતું નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવું એમનું રાજ્ય વિશાળ છે. ચક્રવર્તીનું રાજ્ય તો છ ખંડમાં જ છે, જ્યારે ભગવાનનું રાજ્ય તો ત્રણ લોકમાં છે, અર્થાત્ ભગવાન ત્રણ લોકને જાણે છે. અમસ્તુય (એમેય ) રાજ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com