________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૯૪
કરનારો શું કરે છે? ખરેખર તો તે રાજ્યને જાણે જ છે; પણ એ ઉપરાંત ‘આ મારું રાજ્ય છે' એમ મફતમાં રાગ કરે છે. જ્યારે ભગવાનને રાગ જરીય નથી ને જાણે છે લોકાલોકને. અહા! આવા દેવ તે દેવ-પરમાત્મા તરીકે પૂજવાલાયક છે. અહા! ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપ હું આત્મા છું એમ અંદરમાં ભાન થઈને જેને અતીન્દ્રિય આનંદનું વેદન વર્તે છે તેને આવા સર્વદોષરહિત અરિહંત પરમાત્મા દેવ તરીકે માનવાલાયક હોય છે; બીજાને તે ીય દેવ માને નહિ, કેમ કે બીજા કોઈ દેવ જ નથી. બીજા તો દેવ તરીકેનું અભિમાન કરનારા દેવાભાસ છે. સમજાણું કાંઈ.. ?
હવે કહે છે–‘ કામવિજયી દેવોના જે નાથ છે...’ અંદર ‘સ્મરતિર' શબ્દ છે ને ? સ્મર એટલે કામભોગ, ને તેના વિજયી લોકાંતિક દેવ છે. ઉ૫૨ સૌધર્મ, ઐશાન, સાનકુમા૨ ને માહેન્દ્ર પછી પાંચમું બ્રહ્મ સ્વર્ગ છે. તેમાં લોકાંતિક દેવો છે. તે બધા બ્રહ્મચારી હોય છે, તથા આઠ સાગર પ્રમાણ તેમની આયુસ્થિતિ હોય છે. (એક સાગરમાં દશ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય, ને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય). આ ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોનાં વિમાનો છે તેની પણ ઉ૫૨ (પાંચમા સ્વર્ગમાં ) આ બધા કામવિજયી લોકાંતિક દેવો રહે છે.
તેઓ દેવ હોવા છતાં બ્રહ્મચારી છે. તેમને ઇન્દ્રાણીઓ હોતી નથી. આવા કામના જીતનારા લોકાંતિક દેવો લોકના અંતને પામ્યા છે, કેમ કે હવે એક જ ભવ કરી, સ્વર્ગથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. ભગવાન (તીર્થંકર ) જ્યારે દીક્ષા લેવાની તૈયારીમાં હોય ત્યારે તેમનો નિયોગ છે કે તેઓ આવીને ભગવાનને સંબોધે છે કે હે પ્રભુ! આપ દીક્ષિત થવા પધારો, જગતને ધર્મની જરૂર છે; જો કે પ્રભુ તો પોતે જ તૈયાર છે, છતાં આવો એક વ્યવહાર સંબંધ હોય છે. અહા! આ લોકાંતિક દેવોના ભગવાન નાથ છે. જેઓ બ્રહ્મચારી છે, ને એક ભવ કરીને મોક્ષ જશે તે લોકાંતિક દેવોના ભગવાન નાથ છે એમ કહે છે. ઓહો ! બ્રહ્મચારી (મુનિ ) એ બ્રહ્મચારી (દેવો) ને તથા બ્રહ્મચારી ભગવાનને યાદ કર્યા છે. અહા! કેવો યોગ! નેમિનાથ ભગવાન બાળ બ્રહ્મચારી, ટીકાકાર મુનિ પોતે પણ બ્રહ્મચારી; ને નેમિનાથ ભગવાન બ્રહ્મચારી દેવોથી પૂજ્ય છે એમ કહીને એ બ્રહ્મચારી દેવોને પણ અહીં યાદ કર્યાં છે. હવે કહે છે –
‘દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે.' જુઓ, ભગવાને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો નાશ કર્યો છે ને ? તો કહે છે દુષ્ટ પાપોના સમૂહનો ભગવાને નાશ કર્યો છે; અર્થાત્ ભગવાનને અનંતચતુષ્ટય પ્રગટ થયાં છે એમ કહેવું છે. વળી,
શ્રીકૃષ્ણ કે જેઓ વાસુદેવ હતા, તેમના શ્રી નેમિનાથ કાકાના દીકરા ભાઈ હતા. તો કહે છે‘શ્રીકૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે.’ અંદર ‘વનમાલી ’ શબ્દ છે ને? શ્રીકૃષ્ણને વનમાળી પણ કહે છે. (અહીં મહાન પુરુષોથી ભગવાન વંધ છે એમ કહેવું છે. )
6
વળી, ભવ્યકમળના જે સૂર્ય છે...' ‘અંશુમાની' એટલે સૂર્ય. અહીં! ભવ્યરૂપી કમળને વિકસવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. અહાહા...! પ્રત્યેક આત્મા કેવળજ્ઞાનમય છે, ને તે કેવળજ્ઞાનમય આત્મારૂપી કમળને, સૂર્યની જેમ, ખીલવવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે.
અહા ! એવા ‘તે આનંદભૂમિ નેમિનાથ...' અહાહા...! નેમિનાથ ભગવાન આનંદનું સ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com