________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૬] છે, આનંદની ભૂમિ છે. એટલે કે જેમાં એકલો અતીન્દ્રિય આનંદ પાકે છે-પૂરણ અને અનંત અહાહા....! એવું એમનું ક્ષેત્ર છે. તો એવા આનંદનું સ્થાન શ્રી નેમિનાથ ભગવાન, “અમને શાશ્વત સુખ આપો.' એમ અહીં કહે છે.
તો શું ભગવાન સુખ આપે ?
(ના, ભગવાન કાંઈ ન આપે; ) પણ ભાઈ ! બીજું શું કહે? વિનય-ભક્તિના શબ્દો તો એવા જ હોય ને? અહા ! પોતાનું શાશ્વત સુખ પામવામાં ઉપાદાન તો પોતે જ છે, પણ અહીં નિમિત્ત બતાવવું છે ને? ભગવાન નિમિત્ત છે, તો ભક્તિમાં બીજું શું કહે? પ્રભુ! તમારાથી મને કાંઈ સુખ ન થાય શું એમ કહે? (એ વિનયની ભાષા નથી.) તો અહીં કહે છે-એવા નેમિનાથ ભગવાન “અમને શાશ્વત સુખ આપો.' અંતરમાં શાશ્વત સુખની ભાવના છે તો બહારમાં. કહે છે-“ભગવાન અમને સુખ આપો.' અર્થાત્ અમારા શાશ્વત આનંદની પ્રાપ્તિમાં આપ નિમિત્ત હો. આવી વાત છે.
અહા! ત્રણલોકના નાથ ભગવાન શ્રી નેમિનાથ જ્યારે સમવસરણમાં બિરાજતા હતા તે સમયને યાદ કરીને આ વાત છે. જુઓને, શ્રીકૃષ્ણ ચરણોમાં નમ્યા છે એમ કહ્યું છે ને? તેમ જ સો ઇન્દ્રોથી પૂજનીક છે એમ પણ કહ્યું છે. અહા ! પોતે મુનિ જ્યારે આ લખે છે ત્યારે તો ભગવાન મોક્ષ પધારેલા છે; પણ જ્યારે તેઓ સમવસરણમાં હતા તે પ્રસંગને યાદ કરીને કહે છે એવા ભગવાન નેમિનાથ અમને શાશ્વત સુખ આપો. લ્યો, આમ મુનિરાજ, ભગવાન શ્રી નેમિનાથનો વિનય કરી તેમને વંદન કરે છે. આ રીતે ભૂતકાળને વર્તમાન બનાવી દીધો છે.
–એ છ ગાથા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com