________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
[ નિયમસાર પ્રવચન
ગાથા – ૭ णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो। सो परमप्पा उच्चइ तविवरीओ ण परमप्पा।।७।। સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે,
પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મા છે. ૭. અન્વયાર્થ:- [નિ:શેષોષરહિત ] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને [વનંજ્ઞાનાવિપરમવિમવયુત:] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [ સ:] તે [પરમાત્મા ઉચ્યતે] પરમાત્મા કહેવાય છે; [ તદ્વિપરીત:] તેનાથી વિપરીત [૫રમાત્મા ન] તે પરમાત્મા નથી.
ટીકા - આ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે.
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ-છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (-કાંઈ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે “નિઃશેષદોષરહિત છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે “નિઃશેષદોષરહિત” કહેવામાં આવ્યા છે અને જે “સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ' છે, એવા જે પરમાત્મા–એટલે કે ત્રિકાળનિરાવરણ, 'નિત્યાનંદ-એક સ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા, તે જ ભગવાન અત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો ) અર્થ છે. એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદવે ( પ્રવચનસારની ગાથામાં) કહ્યું છે કે
"तेजो दिट्ठी णाणं इड्डी सोक्खं तहेव ईसरियं।
तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो।।" “ [ ગાથાર્થ:- ] તેજ (ભામંડળ), દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન), ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ ), (ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન પ્રધાનવલ્લભપણું-આવું જેમનું માહાભ્ય છે, તે અહત છે.”
૧. નિત્યાનંદ–એકસ્વરૂપ = નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [ કારણપરમાત્મા ત્રણે કાળે
આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને
કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે. ૨. જાઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com