________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪]
૫૯ જાય છે. કહે છે-મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયસ્વરૂપ આત્મા છે. શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે એમ ન કહેતાં મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયમય આત્મા છે એમ કહીને અભેદ કરી નાખ્યું છે. સમજાણું કાંઈ..?
અહા ! ધર્માત્માને મોક્ષનો સાક્ષાત્ પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય, કહે છે, શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપે પરિણમેલો થયેલો આત્મા છે. અહો! ભગવાન આત્મા પોતે શુદ્ધરત્નત્રય પરિણતિએસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમ્યો છે એમ અહીં કહે છે.
પ્રશ્નઃ આત્મા તો અપરિણામી છે ને?
સમાધાન: ભાઈ, અહીં પર્યાય પરિણમન લેવું છે ને? જે પર્યાય પરિણમે છે તે એની (-દ્રવ્યની) છે એમ લેવું છે; કેમકે એ (-પર્યાય) દ્રવ્ય-ગુણનો અંશ છે. અહા ! દ્રવ્ય-ગુણ જે ત્રિકાળ છે, તેનો જ પરિણમે છે તે અંશ છે એટલે કે ત્રિકાળી દ્રવ્યનો અંશ છે તે પરિણમે છે. અહીં અભેદ કરીને કીધું કે મુનિઓને—ધર્માત્મા પુરુષોને મોક્ષનો-પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણતિએ પરિણમેલો આત્મા જ છે, અર્થાત્ શુદ્ધપણે પરિણત આત્મા જ મોક્ષનો ઉપાય છે. લ્યો, આવી વાત, બહુ સૂક્ષ્મ-ઝીણી.
આમ કેમ કહ્યું? તો કહે છે-કેમકે
“જ્ઞાન આનાથી કોઈ બીજું નથી.' અહા! અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદ પ્રભુનું જે અંતર્મુખ જ્ઞાન થયું છે તે આત્માથી કાંઈ જુદું નથી, પણ અભેદ છે એમ કહેવું છે. આત્માને તદ્રુપ-અભેદ થઈને જાણે તે જ જ્ઞાન છે, અને એવા જ્ઞાનરૂપે પરિણમેલો આત્મા જ મોક્ષનો ઉપાય છે.
તો શું પર્યાય અને દ્રવ્ય-બેય એક થઈ ગયા?
ના, પર્યાય અને દ્રવ્ય ક્યાં એક થઈ ગયા? અહીં તો પરિણમેલો આત્મા કહ્યો છે ને? ભાઈ, આત્મા તે ધ્રુવ (દ્રવ્ય) છે, ને પરિણમેલી તે પર્યાય છે; અને તે બન્નેને અભેદ કરીને કહ્યું છે કે આત્મા જ મોક્ષનો ઉપાય છે. એટલે કે એ ત્રણનું (-રત્નત્રયનું) એકરૂપ તે મોક્ષનો ઉપાય છે. ભાઈ, વાત આવે ત્યારે એમ જ આવે ને કે દ્રવ્ય પોતે દ્રવે છે. છ દ્રવ્યમાં દ્રવ્યત્વગુણ સામાન્ય છે. આ દ્રવ્યત્વ ગુણ કોને કહીએ? ‘દ્રવતિ ઈતિ દ્રવ્યમ્’-એમ વ્યાખ્યા છે. અહા ! જે ગુણ-શક્તિના કારણે દ્રવ્યમાં નિરંતર પરિણમન થયા કરે, દ્રવ્યની અવસ્થા નિરંતર બદલ્યા કરે તેને દ્રવ્યત્વગુણ કહે છે. જુઓ, આમાં ગુણ-શક્તિના કારણે પરિણમે છે એમ આવ્યું, પણ અભેદપણું બતાવવું છે તો શી રીતે કહે? તેથી કહે છે–ગુણ પોતે જે સામાન્યપણે છે તે જ વિશેષપણે થાય છે. આવી ઝીણી વાત!
અહીં કહે છે-અંદર જે આત્માનું જ્ઞાન છે તે કાંઈ જુદી ચીજ નથી; આ જ્ઞાન (પૃથક) છે ને આ આત્મા (પૃથક ) છે-એમ નથી; પણ જ્ઞાનરૂપે જે પરિણમેલો છે તે જ આત્મા છે.
‘દર્શન પણ આનાથી બીજું નથી જ...'
ભાઈ, સમ્યગ્દર્શન કાંઈ આત્માથી જુદી ચીજ નથી.અહા ! પૂર્ણાનંદસ્વરૂપ નિજ આત્માને અંતરદૃષ્ટિ વડે ગ્રહણ કરતાં પ્રતીતિ થઈ તે આત્મા જ છે; માટે સમ્યગ્દર્શન કાંઈ આત્માથી જુદી ચીજ નથી. જેમ વ્યવહાર રત્નત્રય અનાત્મા-જુદી ચીજ-છે તેમ દર્શન જુદી ચીજ નથી. શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com