________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
[ નિયમસાર પ્રવચન પર્યાય છે. સમ્યગ્દર્શન આદિ પર્યાય છે, અવસ્થા છે. અહા ! અવસ્થાયી તો ત્રિકાળી ચીજ છે; પણ તેનું સમ્યગ્દર્શન-તેનો અનુભવ કરીને પ્રતીતિ, તેનું સમ્યજ્ઞાન-તેનો અનુભવ થઈને જ્ઞાન અને તેનું સમ્યક્રચારિત્ર-તેમાં સ્થિરતા-લીનતા-એ ત્રણેય પર્યાય છે, અવસ્થા છે, હાલત-દશા છે, અંશ છે, અને તેને અહીં પરિણતિ કહી છે.
અહા! મહા આનંદનો સાક્ષાત્ લાભ થાય તેનું નામ મોક્ષ છે, અને તે મહા આનંદની પ્રાપ્તિનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર અર્થાત્ અણ-આરોપિત, વાસ્તવિક અભેદ રત્નત્રયરૂપ પરિણતિ છે. જુઓ, અહીં વ્યવહાર રત્નત્રય મોક્ષમાર્ગ વા મોક્ષનો ઉપાય છે એમ વાત સુદ્ધાં કરી નથી. ભાઈ, નિર્મળ નિરુપચાર અભેદ રત્નત્રયરૂપ પરિણતિ એ એક જ મોક્ષનો ઉપાય છે. અહા ! ત્રિકાળી નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન, ત્રિકાળી નિજ પરમતત્ત્વની પ્રતીતિ તે દર્શન, અને ત્રિકાળી નિજ પરમતત્ત્વમાં સ્થિરતા-લીનતા-રમણતા તે ચારિત્ર-એમ આત્માની નિર્મળ નિરુપચાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય પરિણતિ તે એક જ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ...? હવે કહે છે –
વળી (નિરૂપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભત રહેલાં) આ ત્રણનું-જ્ઞાન, દર્શન અને ચારિત્રનું-જુદું જુદું નિરૂપણ હોય છે.'
“અંતર્ભત રહેલાં” એમ કીધું એટલે શું? કાંઈ નિશ્ચયમાં એ ત્રણ ભેદ રહેલા છે એમ વાત નથી; તો શું છે? નિશ્ચય રત્નત્રયની સાથે સહચરપણે તે હોય છે એમ વાત છે; અને તેનું ભેદરૂપ જુદું જુદું નિરૂપણ હોય છે. અભેદને સમજાવવો છે ને? તો તે ભેટવાળાં અર્થાત્ વિકલ્પવાળાં, રાગવાળાં વ્યવહાર રત્નત્રય દ્વારા અભેદને સમજાવે છે.
કઈ રીતે? તો કહે છે
આ જ્ઞાન છે, આ દર્શન છે, ને આ ચારિત્ર છે-એમ ભેદ પાડીને.'
આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે-એમ વ્યવહાર વડે ભેદના નિરૂપણ દ્વારા નિશ્ચયને સમજાવે છે. આ જ્ઞાન છે”—એમ જે ભેદ પડ્યો તે વ્યવહાર છે, અને તે દ્વારા નિશ્ચયને સમજાવે છે. (ભેદનો આશ્રય કરવા ભેદનું નિરૂપણ નથી, પણ અભેદને સમજાવવા ભેદનું નિરૂપણ હોય છે.) સમજાણું કાંઈ..?
હવે કહે છે-“(આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.”—વ્યવહારનાં હોં; નિશ્ચય રત્નત્રયનાં લક્ષણ તો પહેલાં (ત્રીજી ગાથામાં) આવી ગયાં છે. હવેનાં ગાથાસૂત્રોમાં વ્યવહાર રત્નત્રયનાં લક્ષણ જણાવશે. આવી વાત છે.
શ્લોક ૧૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રયપરિણતિએ પરિણમેલો) આત્મા છે.”
જુઓ, કળશમાં “મિનાં' શબ્દ છે ને? મતલબ કે યમીઓને-સંયમીઓને-મુનિઓને... , ભાઈ, મુખ્યપણે તો અહીં મુનિવરોની વાત છે; તેના પેટામાં શ્રાવક અને સમકિતી પણ આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com