________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪]
પ૭ (કર્મના) નાશથી અસ્તિમાં મળ્યું શું? તો કહે છે-સાક્ષાત્ મહા આનંદનો લાભ મેળવાય છે. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણ અમૃતનો સાગર પ્રભુ છે. તેમાંથી પૂર્ણ અમૃતનો પર્યાય પ્રગટ થાય એટલે કે આનંદથી તૃત-તૃત પરિતૃત પર્યાયનો લાભ થાય તેનું નામ મોક્ષ છે.
અહાહા...! અંદર વસ્તુ તો અતીન્દ્રિય આનંદમય છે જ. વસ્તુ (આત્મા) જ અતીન્દ્રિય આનંદનો ભરપુર દરિયો છે. આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. તો તેનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદ છે. હવે સ્વભાવ છે તેનું માપ શું? હવે લોકોને બિચારાઓને આ વાતની ખબર નથી એટલે એમને આમાં વિશ્વાસ ન બેસે. પણ ભાઈ ! વિચાર કરીને નક્કી તો કર કે વસ્તુ શું છે? વિચાર કરતાં તને ખબર પડશે કે માર્ગ આ એક જ સાચો છે. બહારમાં વસ્તુના સ્વરૂપથી અજાણ કોઈ મોટા મહંતના-સાધુના નામ ધરાવીને ફરે પણ એ માર્ગ યથાર્થ નથી. પૂર્વના પુણ્યનો ઉદયકાળમાં બહારમાં સામગ્રી-ભપકો દેખાય છે, અને તે જ અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. પણ અરે ! પોતાનું જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને તે દેખતો નથી !
અહીં કહે છે-“સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો....” “સાક્ષાત્ મેળવાતો' એટલે કે પર્યાયમાં પ્રાપ્ત થતો-પ્રગટ થતો આનંદ; કેમકે અંદર પોતે આનંદરૂપ તો છે જ. પુણ્ય-પાપના જે વિકલ્પો છે તે દુઃખ છે, આનંદની ઉલટી અવસ્થા છે; હવે ગુલાંટ ખાઈને અંદરમાં આનંદસ્વરૂપ હું ભગવાન છું એમ ભાન કરતાં અને એમાં જ લીન થતાં સાક્ષાત્ અતીન્દ્રય મહા આનંદની પર્યાય પ્રગટ થાય છે, અને એનું નામ મોક્ષ છે.
અહા! જે દુ:ખ ઉભું થયું છે એ તો સ્વરૂપથી વિરુદ્ધ, ક્ષણિક ને કૃત્રિમ છે. હવે જે કૃત્રિમ ઉભું થયું છે એનાથી (દુઃખથી) વિરુદ્ધ અંદર અકૃત્રિમ શું છે? શું કીધું? જે દુ:ખ ઉભું થયું છે તે સ્વરૂપથી વિરુદ્ધ છે, તો તે દુઃખથી વિરુદ્ધ અંદર અવિરુદ્ધ, અકૃત્રિમ સ્વરૂપ શું છે? તો કહે છે-અંદર એકલો અતીન્દ્રિય આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ આત્મા અકૃત્રિમ છે; અને તે અતીન્દ્રિય આનંદ જે સ્વભાવરૂપ છે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રાપ્ત થયો તેનું નામ મુક્તિ-મોક્ષ છે. અહાહા..! અતીન્દ્રિય આનંદસ્વરૂપ મોક્ષ શક્તિરૂપ-ધ્રુવરૂપ તો ત્રિકાળ વિદ્યમાન છે જ, કેમકે વસ્તુ છે તે મુક્તસ્વરૂપ જ છે, બંધસ્વરૂપ નથી. પણ તેની પર્યાયમાં-વર્તમાન હાલતમાં-અવસ્થામાં સાક્ષાત્ મહા આનંદનો લાભ પ્રાપ્ત થાય ત્યારે પ્રગટરૂપે મોક્ષ થાય છે. પર્યાયમાં મહા અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનું નામ મોક્ષ છે.
આવી મોક્ષની વ્યાખ્યા! હવે તે મહા આનંદના લાભનો, પૂર્ણ આનંદદશાની પ્રાપ્તિનો ઉપાય શું તે કહે છે.
તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે.” જુઓ, કલશ ૧૦માં રત્નત્રયને વિકલ્પરહિત કહ્યા હતા ને! અહીં તેને નિરુપચાર કહે છે. નિરુપચાર એટલે શું? કે ઉપચાર વિનાના, આશષ કર્યા વિનાના અનારોપિત રત્નત્રય. અહા! આવી અનરોપિત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનો ઉપાય છે. સમજાય છે કાંઈ...? અહીં આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પરિણતિ-પર્યાય કહી છે.
પ્રશ્નઃ સમ્યગ્દર્શન આદિ ગુણ છે ને? સમાધાનઃ ભાઈ ! એમ નથી. જુઓને! અહીં શું કહે છે? કે એ ત્રણેય પરિણતિ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com