________________
Version 001: remember fo check htfp://www.AfmaDharma.com for updates
પદ
[નિયમસાર પ્રવચન
એવા અંતર્મુખ અનુભવમાં પ્રતીતિ અર્થાત્ તેનું શ્રદ્ધાન, તેનું વેઠવું-વેદન અર્થાત્ સ્વસંવેદન જ્ઞાન, તથા તેમાં રમણતા-લીનતા જે થાય તે રત્નત્રયરૂપ નિયમ છે; અને તે મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. તેનું ફળ પૂર્ણ સુખમય એવું ૫૨મ નિર્વાણપદ છે.
હવે ઓલો અજ્ઞાની કહે છે-આપણે આ કરવું તો છે, પણ હમણાં નહિ, એમ કે બહારમાં કાંઈક સરખાઈ થઈ જાય પછી વૃદ્ધાવસ્થા થયે કરીશું. પણ ભાઈ, હમણાં નહિ, ને પછી..પછી એમ કરતાં કરતાં જિંદગી ચાલી જાય છે. ‘સમ્યજ્ઞાન દીપિકા’ માં ધોબીનું દૃષ્ટાંત આવે છે. શું? કે નદીના ઘાટ પર કપડાં લઈને ધોબી ધોવા ગયો. જ્યાં થોડાં કપડાં ધોયાં ત્યાં તેને તરસ લાગી, પણ તેને થયું લાવને, હજુ થોડાં વધારે કપડાં ધોઈ લઉં, પછી પાણી પીશ. પછી થોડાં કપડાં ધોવાયાં ત્યાં તો તેને એકદમ ચક્કર આવ્યા ને તે પાણીમાં પડી ગયો, જોતજોતામાં દેહ છૂટી ગયો. એમ અજ્ઞાની હમણાં નહિ, પછી-પછી કરીશું એમ વિચારે છે પણ બાપુ! પછી તો પછી જ રહેશે, કોઈ દિ' પહેલું થાશે જ નહિ. માટે મુનિરાજ કહે છેઆ રત્નત્રયરૂપ નિયમ જે મોક્ષનો ઉપાય છે તે હમણાં જ કરું છું, તેનું ફળ ૫૨મ નિર્વાણ છે. આવી વાત છે. હવે કહે છે
‘વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) આ ત્રણનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય
છે.’
ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે’–એટલે શું? કે નિશ્ચય રત્નત્રયને સમજાવવા માટે અહીં વ્યવહાર રત્નત્રય કહેશે. અહા! વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રના નિરૂપણ દ્વારા નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કેવાં હોય છે તે બતાવવું છે. માટે આ ત્રણનુંવ્યવહા૨ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય એમ કહે રત્નત્રય છે તો બંધનું કારણ, છતાં અબંધરૂપ અભેદ સમજાવવા તેનું નિરૂપણ હોય છે એમ વાત છે. સમજાણું કાંઈ..?
વ્યવહાર
ગાથા ૪: ટીકા ઉપરનું પ્રવચનઃ
‘રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.' જુઓ, આમાં રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં સ્વરૂપ શું છે તે વિષે-એમ બે પ્રકારે કથન છે. તેમાં હવે (ભેદ પાડવા વિષે) પહેલી વાતઃ
‘સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે.'
શું કીધું? સમસ્ત આઠેય કર્મનો નાશ થતાં મોક્ષ એટલે કે મહા આનંદનો લાભ થાય છે. ‘સમસ્ત કર્મના નાશથી ’–એમ કીધું એ તો વ્યય થયો, પણ ઉત્પાદ શાનો થયો? તો કીધું કે–‘સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ' તે ઉત્પાદ છે. અહા! ભગવાન આત્માને તેની દશામાં સાક્ષાત્ મહા આનંદનો અતીન્દ્રિય અનંત આનંદનો લાભ થયો તે મોક્ષ છે. લ્યો, આ મોક્ષ !
મોક્ષ એટલે શું?
પર્યાયમાં મહા આનંદનો લાભ તે મોક્ષ છે. મોક્ષ (મુક્તિ) શબ્દ છે ને? એટલે પહેલાં પરિભાષા કહી કે–સમસ્ત આઠેય કર્મના નાશથી મોક્ષ થાય છે. આ નાસ્તિ કહી. પણ તેના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com