________________
ગાથા-૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૪
नियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसिं तिन्हं पि य पत्तेयपरूवणा होइ ॥ ४ ॥ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ ૫૨મ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
અન્વયાર્થ:- [ નિયમ: ] ( રત્નત્રયરૂપ ) નિયમ [ મોક્ષોપાય: ] મોક્ષનો ઉપાય છે; [તસ્ય તં] તેનું ફળ [પરમનિર્વાળ મતિ] ૫૨મ નિર્વાણ છે. [ અપિ = ] વળી ( ભેદથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [ તેષાં ત્રયાળાં] આ ત્રણનું [પ્રત્યેપ્રરૂપળા] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [મવૃત્તિ ] હોય છે.
ટીકા:- રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.
૫૫
સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરૂપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનું-જ્ઞાન, દર્શન અને ચારિત્રનું-જાદું જાદું નિરૂપણ હોય છે. કઈ રીતે ? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે–એમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.
[હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે.)
(મવાાંતા)
मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा
ह्यात्मा ज्ञानं न पुनरपरं दृष्टिरन्यापि नैव ।
शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्तमेतद् बुद्धा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः ।।११।।
[ શ્લોકાર્થ:- ] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્વરત્નત્રયાત્મક (શુદ્ઘરત્નત્રયપરિણતિએ પરિણમેલો ) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજાં નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ ( ચારિત્ર ) પણ બીજું નથી. આ, મોક્ષને પામનારાઓએ (અદ્વૈતભગવંતોએ ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.
ગાથા ૪: ગાથાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘( રત્નત્રયરૂપ ) નિયમ મોક્ષનો ઉપાય છે; તેનું ફળ ૫૨મ નિર્વાણ છે.'
જુઓ, શું કીધું ? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, તેનો જેમાં સ્વીકાર થયો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com