________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
| નિયમસાર પ્રવચન
કરવાલાયક કાર્ય છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે ગાથામાં એ જ કહ્યું ને કે-“ળિયે ય નં વન્ન' નિશ્ચયથી કરવાલાયક બસ આ જ છે. શું? કે નિજ શુદ્ધાત્માનાં-નિજાનંદસ્વરુપનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા એ જ કરવાલાયક છે.
અહા! ભગવાન આત્મા અંદર ત્રિકાળ આનંદસ્વરૂપે વિરાજે છે; પણ જગતના લોકોનેઅજ્ઞાનીઓને કાંઈ સૂઝ નથી. તેથી મુનિરાજ કહે છે-હું નિજ પૂર્ણાનંદસ્વરૂપ આત્માનાં નિર્મળ જ્ઞાનશ્રદ્ધા અને રમણતા વડે વર્તમાનમાં નિરાકુળ આનંદને પ્રાપ્ત કરું છું, અને આ જ માર્ગે પૂર્ણ અનંગ સુખને પ્રાપ્ત કરીશ. આ જ મોક્ષનો ઉપાય છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અશુભ ભાવ તો દુઃખ છે જ, અને શુભ ક્રિયાના ભાવ પણ દુઃખ જ છે. તેથી પુણ્ય-પાપરૂપ બને ભાવોનો પરિહાર કરીને, વિપરીત વિનાના-વિકલ્પરહિત અનુત્તમ રત્નત્રયને પ્રાપ્ત કરીને હું અતીન્દ્રિય-અનંગ સુખને પ્રાપ્ત કરું છું. એમ કહે છે. ભારે કામ ભાઈ ! બહુ આકરું (ક્રિયાકાંડીઓને) ! પણ આ જ માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com