________________
-૩]
ગાથા-૩
અહા !
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
‘ ઉઘાડ ન્યાયનેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.'
આ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ન્યાયનેત્ર છે; તેને ઉઘાડ.
૫૩
અહા! પણ લોકોને તો બધી અનુકૂળતા હોય તો એમ લાગે છે કે અમે સુખી છીએ. કબીર એક જગાએ કહ્યું છે:
‘સુખીયો સબ સંસાર, ખાય-પીકે સોવે;
એક દુખીયો દાસ કબીર જબ જાગે તબ રોવે.’
ભાઈ ! હિ૨ નામ આત્મા તેના અંતર ભજન વિના આ ખાવા-પીવા ને સૂવામાં તારો કાળ મફતમાં–વ્યર્થ જાય છે. ખાઈ-પી પ્રમાદી થઈ આઠ-આઠ કલાક નિરાંતે સૂર્ય! શું છે બાપુ ? એ તો દુઃખનો પંથ છે પ્રભુ! તારો ખરો પંથ તો અંદર આનંદનું ધામ તું છો તેને સ્વીકારી એમાં રમણતા-લીનતા કરવી એ છે; અને એ સુખનો પંથ છે. આવી વાત છે.
અહીં મુનિરાજ કહે છે-નિજ ચૈતન્યમહાપ્રભુને સ્વીકારી તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાં અને ત્યાં જ રમવું-લીન થવું-વિશ્રામ લેવો-એ એક જ મને સુખનો ઉપાય છે.
પણ આમાં કાંઈ ત્યાગ?
ત્યાગ ને ગ્રહણ બંને છે ને? વિકલ્પમાત્રનો-વ્યવહાર રત્નત્રયના વિકલ્પનો ત્યાગ થતાં ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન આત્માનું ગ્રહણ થયું ત્યાં નિર્મળ અનુત્તમ રત્નત્રયરૂપ માર્ગ પ્રકટ થયો. લ્યો, આ ત્યાગ ને આ ગ્રહણ ને આ સુખનો ઉપાય. સમજાણું કાંઈ...? અહીં મુનિરાજ કહે છે
‘એ રીતે હું વિપરીત વિનાના (–વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્દભવતા અનંગ સુખને પ્રાપ્ત કરું છું.’
મુક્તિરૂપી સ્ત્રી એટલે પોતાની ૫૨મ સુખની દશા-પરિણતિ અને તેનાથી ઉદ્દભવતા અનંગ એટલે અશરીરી-અતીન્દ્રિય આત્મિક સુખને હું પ્રાપ્ત કરું એમ કહે છે. જુઓ, અત્યારે-હમણાં પણ મુક્તિરૂપી પરિણતિથી ઉદ્દભવતા સુખને પ્રાપ્ત કરું છું એમ કહે છે.
અહાહા...! મારો ભગવાન હું છું, મારો પ્રભુ હું છું, અને એવા નિજ પ્રભુને શરણે જઈને તેમાં હું સ્થિત રહું છું. તેથી, તેના ફ્ળમાં મને પૂર્ણ અશરીરી-અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે જ.
હા થશે, પણ હમણાં શું છે? કળશમાં ‘યામિ' અર્થાત્ પ્રાપ્ત કરું છું એમ છે ને? એ તો પૂર્ણ સુખની પ્રાપ્તિના ઉપાયભૂત અનુત્તમ રત્નત્રયરૂપ માર્ગમાં સ્થિત એમ કહ્યું છે. અહો ! આ તો બહુ થોડામાં ઘણું ભર્યું છે ભાઈ !
જેમ કપાસિયાના વેપારીના ગળામાં ઝીણી ૨જ જાય તો ક્ષયનો રોગ થાય; તેમ પુણ્ય-પાપરૂપ વિકારની-રાગદ્વેષની રજથી આત્માની શાન્તિનો ક્ષય થાય છે. અફીણિયાની જેમ ૫૨માં સુખ માનનાર અજ્ઞાનીને પરના કેફમાં ને કેફમાં કાંઈ ભાન નથી પણ એ તો બધો દુઃખનો અમલ છે પ્રભુ! પરમાંવિકારમાં ક્યાં સુખ છે? તારો આનંદ તો તારામાં છે ને નાથ? તો એવા નિજ નિત્યાનંદસ્વરૂપનાં શ્રદ્ધાજ્ઞાન કરીને તેમાં જ ઠરી જા, ત્યાં જ લીન થઈ જા. લ્યો, આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
તો પ્રાપ્ત કરું છું