________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
[ નિયમસાર પ્રવચન જ-કરવાલાયક છે; આ સિવાય બાકી બધા દુઃખના પંથ છે. અહા! પુણ્ય-પાપ અને રાગ-દ્વેષ આદિ કરવા કે થવા એ દુ:ખના પંથ છે, એ તો દુઃખના ડુંગરે માથાં ફોડવા જેવું છે; સમજાય છે કાંઈ? બાપુ! તારે સુખ-સ્થાયી-કાયમી રહેનારું સુખ જોઈતું હોય તો, અહીં કહે છે, વિપરીત વિનાના અર્થાત્ વિકલ્પરહિત અનુત્તમ રત્નત્રયને પ્રાપ્ત કરવાં જોઈએ.
પ્રશ્ન: અનુત્તમ રત્નત્રય એટલે?
સમાધાન: “અનુત્તમ” નો એક અર્થ તો “ઉત્તમ નહિ” એવો થાય છે. પણ અહીં એ અર્થ નથી. અહીં તો એમ ભાવ છે કે “જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી” એવાં રત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાયકસ્વરૂપ અંદર શાશ્વત ધ્રુવ છે; તેનું શ્રદ્ધાન કરવું, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ ઠરવું-રમવું-એવાં શુદ્ધ રત્નત્રય સિવાય જગતમાં કોઈ ઉત્તમ ચીજ નથી. આ પૈસા-ધૂળ ને ઈજ્જત-આબરુ આદિ બધાં તો નરક-નિગોદમાં જવાનાં નિમિત્તો છે, અને આ ધંધા બધા ચાર ગતિમાં રખડવાના ધંધા છે, દુઃખના પંથે દોરી જનારા ધંધા છે. અરે ! જગત એમાં મજા માને છે! (પણ એ અજ્ઞાન છે).
અહાહા...! પોતે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર સ્વરૂપથી અતીન્દ્રિય આનંદમય જ છે. પણ અરે ! ત્યાં (-નિજ સ્વરૂપમાં) ન જતાં તેનાથી વિરુદ્ધ જે શુભાશુભ વિકલ્પ-રાગ-વિકાર છે તેના પંથે ગયો છે. અહીં તો વ્યવહાર રત્નત્રય-દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા ને પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે ને તેથી આકુળતા છે, દુઃખ છે એમ કહે છે, તો પછી અશુભ પરિણામનું તો કહેવું જ શું? એ તો દુઃખ-મહાદુઃખ જ છે.
અહાહા...! મુનિરાજ કહે છે-હું વિપરીત વિનાના અર્થાત્ રાગ વિનાના મારી ચીજના (નિજ શુદ્ધાત્માના ) શ્રદ્ધા-જ્ઞાન ને શાન્તિના ભાવને પામું છું. અંદર મારો ભગવાન ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ નિત્ય બિરાજે છે તેના આશ્રયે જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય છે તેને હું પ્રાપ્ત કરું છું, અંગીકાર કરું છું, અર્થાત મને તે જ ઉપાદેય છે; કેમકે તે જ પરમાનંદની પ્રાપ્તિરૂપ મુક્તિનો ઉપાય છે. આવી વાત !
અહાહા...! કહે છે–અંદર મારો નાથ સ્વભાવે પૂર્ણ પરમાત્મા છે. તેને હું સમ્યગ્દર્શનમાં પચાવું છું, અર્થાત્ તેની પ્રતીતિ કરું છું. તથા તેને હું સ્વસંવેદનજ્ઞાન દ્વારા જાણું છું, તેમ જ તેમાં જ હું કરું છું, કેમકે આ મને મુક્તિનો ઉપાય છે. ભાઈ ! સુખ પામવાની આ એક જ રીત છે. અરેરે ! જગતના લોકોને જ્યાં પ્રીતિ જોઈએ ત્યાં પ્રીતિ નથી. શ્રીમદ્જીએ (ભાવનાબોધમાં) કહ્યું છે ને કે
અનંત સૌખ્ય નામ દુ:ખ ત્ય રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !' અઢારમાં વર્ષે આ કહ્યું છે. અહા ! આત્મામાં અનંત સુખ ભર્યું છે. તેના આશ્રમમાં જતાં અનંત સુખ પ્રગટ થાય છે અને ત્યાં નામ દુઃખ એટલે કે દુઃખ છે જ નહિ. છતાં અરે ! ત્યાં એણે મૈત્રી-સમીપતા ન કરી ! અને જ્યાં આત્માની શાન્તિથી વિરુદ્ધ અનંતી આકુળતા ને દુ:ખ છે તથા નામ સુખ-કલ્પનામાત્ર સુખ છે ત્યાં પ્રેમ કરે છે એ ભારે વિચિત્રતા છે. ગજબની મૂઢતા ભાઈ ! તેથી કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com