________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩]
૫૧ પંચ મહાવ્રતનાંય ઠેકાણાં ન મળે તોય પોતાને ચારિત્ર માની બેઠા છે. ભાઈ, તને તેમ કરવાથી દુ:ખ થશે, બહારમાં ચારિત્ર માનવાથી કાંઈ અંદર સુખ નહિ થાય, કેમકે બહારમાં ચારિત્ર છે જ નહિ. અરે ! અજ્ઞાનીઓ બહારની (મહાવ્રતાદિની) હુંફથી સંતુષ્ટ છે, પણ ભાઈ, અંદરની (અંતર્લીનતાની) હુંફ મળ્યા વિના આ બહારની ઝેરની (-દર્શનમોહની) હુંફ તારે માથે ચઢી બેઠી છે! પણ શું થાય? માર્ગ તો બાપુ ! સ્વભાવમાં અવસ્થિતિરૂપ અંતર્લીનતાનો જ છે.
હવે કહે છે-“આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે.” જુઓ, ‘આ’ એટલે જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ કાર્યનિયમ તે નિર્વાણ અર્થાત્ મોક્ષનું કારણ છે. “આ” એટલે જ્ઞાનદર્શનચારિત્ર ત્રણ કહ્યા તેનું એકરૂપ હ. જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે કે “કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.' અહાહા..! ભગવાન આત્મા જ્ઞાનદર્શનમય પરમાત્મા છે. તેમાં સ્થિરતાનો અભ્યાસ જ સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતારૂપ મોક્ષનો ઉપાય છે.
આમાં તો એકલા થઈ જવાની વાત છે?
હા, ભાઈ, પછી તારે (મોક્ષમાં પણ) અકેલા રહેવું છે ને? તો અત્યારથી જ એકલો થા ને? એકલા થવાનો અભ્યાસ કર ને? સોગાનજીએ એક જગાએ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ-ર૬૮) કહ્યું છે કે અંતે તો (–મોક્ષમાં તો) એકલું જ રહેવું છે, તો હવે અત્યારથી જ એકલો થા ને? આ વિકલ્પ હોય તો ઠીક એમ મૂકી દે ને? કેમકે બેકલામાં (દ્વિતમાં) ક્યાંય મઝા-આનંદ નથી. અહાહા..! એકલો..એકલોએકાંત એકલો જે આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ છે તે નિર્વાણનું કારણ છે. લ્યો, આ મોક્ષનો ઉપાય કહ્યો.
હવે કહે છે-“તે “નિયમ” શબ્દને વિપરીતના પરિહાર અર્થે “સારા” શબ્દ જોડવામાં આવ્યો છે.”
જુઓ, નીચે ફૂટનોટમાં આનો અર્થ છેઃ વિપરીત-વિરુદ્ધ. (વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોનેપરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે “નિયમ” સાથે સાર” શબ્દ જડયો છે.” નિશ્ચય અને વ્યવહાર-એ બેય પરસ્પર વિરુદ્ધ છે. બે નય વિરુદ્ધ છે અને તેનો વિષય પણ વિરુદ્ધ છે. માટે, વ્યવહારના પરિહાર અર્થે સાર' શબ્દ કહેવામાં જોડવામાં આવ્યો છે, ને આનું જ નામ નિયમસાર છે. સમજાણું કાંઈ...?
શ્લોક ૧૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને”
જુઓ, આમાં મુનિરાજ પોતાની વાત કહીને જગતને સમજાવે છે. શું? કે હે જગતના જીવો ! તમારે પણ નિજ શુદ્ધાત્મા કે જે નિત્ય આનંદસ્વરૂપ ને પૂર્ણ શાન્તસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા જ્ઞાન ને રમણતા જ કરવાલાયક છે. ગાથાના પાઠમાં “ળિયમેળ ય = H ” એમ છે ને? મતલબ કે સુખના પંથે જવું હોય તો નિશ્ચયથી આ જ-શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com