________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
[નિયમસાર પ્રવચન થાય એ તો ક્યાંય દૂર રહી ગયું. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ જ્ઞાન ને શ્રદ્ધા સાથે થાય છે, માટે જ્ઞાનથી શ્રદ્ધા થાય છે ને?
સમાધાનઃ ના, એમ નથી. જ્ઞાનપર્યાયની સાથે જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એ તો બરાબર છે, પરંતુ જ્ઞાનની પર્યાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એમ નથી, એ તો શુદ્ધ જીવાસ્તિકાયથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (શ્રદ્ધાન શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રયે પ્રગટ થાય છે, તેને કાંઈ જ્ઞાનપર્યાયનો આશ્રય નથી).
અરે પ્રભુ! તારાં ગાણાં તો એકવાર સાંભળ. અહીં કહે છે ભગવાન! તું શુદ્ધ જ્ઞાનચેતનાસ્વરૂપ કારણનિયમ છો, અને તેના આશ્રયે પ્રગટ થતું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. “તે જ દર્શન છે'—એમ કીધું ને? મતલબ કે બીજું (નવતત્ત્વનો ભેદવિકલ્પ) દર્શન નથી; બીજા પ્રકારેય દર્શન નથી. જેમ શાસ્ત્રાદિનું જ્ઞાન તે જ્ઞાન નથી, પણ આત્માનું પરિજ્ઞાન તે જ્ઞાન છે, તેમ શુદ્ધ જીવાસ્તિકાયના આશ્રયે પ્રગટ થતું આત્માનું પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. “પરમ શ્રદ્ધાને તે જ દર્શન છે”—એમ કહીને બીજું સમ્યગ્દર્શન (વ્યવહાર સમ્યગ્દર્શન) હોવાનો નિષેધ કર્યો છે.
–આમ જ્ઞાન અને દર્શનની-બેની વ્યાખ્યા કરી, હવે ચારિત્રની વ્યાખ્યા કરે છે:
(૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિત (-નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે.”
અહાહા..! “નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં...' અહાહા...! કેવો છે કારણ૫રમાત્મા? તો કહે છે નિશ્ચય ત્રિકાળ જ્ઞાનદર્શનસ્વરૂપ છે. અહાહા..! ભગવાન આત્મા–કારણપરમાત્મા પ્રભુજ્ઞાનદર્શનસ્વરૂપ છે અને તેમાં અંતર્લીનતા-સ્થિરતા-રમણતા થાય તેને ચારિત્ર કહે છે.
“કારણપરમાત્મા'—એ વસ્તુ કીધી; પણ એનો ભાવ શું? તો કહે છે-નિશ્ચય અર્થાત્ ત્રિકાળ જ્ઞાનદર્શનસ્વરૂપે છે તે કારણપરમાત્મા છે. અહા ! આવો ત્રિકાળી ભગવાન પોતે જ છે હોં. આવો પોતે હોવા છતાં અરેરે! એણે એને ક્યાં (વિષયાદિમાં) વેડફી નાખ્યો છે, હણી નાખ્યો છે? જુઓને! એક છાણનો પોદળો મળે ત્યાં તો એ રાજી રાજી થઈ જાય. અરે ! તું ક્યાં ગયો પ્રભુ?
અહા! ભગવાન આત્મા ત્રિકાળી કારણપ્રભુ નિશ્ચય જ્ઞાનદર્શનસ્વરૂપ જ છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૧૫૪ માં) પણ આત્મા નિયત જ્ઞાનદર્શનસ્વરૂપ છે એમ આવે છે. જ્યાં આખી ત્રિકાળ જીવવસ્તુ લીધી છે ત્યાં તો તે જ્ઞાનદર્શનસ્વરૂપ જ છે એમ લીધું છે. ભાઈ, જીવસ્વભાવ ખરેખર જ્ઞાન-દર્શન છે અને તેમાં નિશ્ચળ લીનતા-સ્થિરતા તે જ ચારિત્ર છે અને તે જ મોક્ષમાર્ગ છે.
અહા! જીવસ્વભાવ કહેવો કોને? ભગવાન આત્માનો કાયમી-ત્રિકાળી સ્વભાવ કહેવો કોને? તો કહે છે-જ્ઞાન-દર્શનનું એકરૂપ તે જીવસ્વભાવ છે, અને તેમાં રમણતા-લીનતા-અવસ્થિતિને ચારિત્ર કહીએ છીએ અને તે ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. ત્રિકાળી જ્ઞાનદર્શનમય જીવવસ્તુ કારણજીવ છે, અને તેમાં અંતર્લીનતા-રમણતારૂપ ચારિત્ર તે કાર્યજીવ છે. આવી ઝીણી વાત! અહા ! લોકો તો ક્યાં ને ક્યાં ચારિત્ર માનીને બેઠા છે! અજ્ઞાનીઓ તો બાહ્ય ક્રિયા અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com